આજથી રેલવેનાં ભાડાંમાં વધારોઃ સબર્બન ટ્રેનો બાકાત

01 January, 2020 03:50 PM IST  |  Mumbai

આજથી રેલવેનાં ભાડાંમાં વધારોઃ સબર્બન ટ્રેનો બાકાત

ભારતીય રેલવે

રેલવે મંત્રાલયે સબર્બન સર્વિસિસને બાદ કરતાં લાંબા અંતરની ટ્રેનોનાં ભાડાંમાં કિલોમીટર દીઠ એક પૈસાથી ચાર પૈસા સુધીનો વધારો કર્યો છે. આજથી લાગુ કરવામાં આવેલી ભાડાંવૃદ્ધિ મુજબ સાધારણ ટ્રેનોના નોન એસી સેકન્ડ ક્લાસનાં ભાડાંમાં કિલોમીટર દીઠ એક પૈસા અને ફર્સ્ટ ક્લાસનાં ભાડાંમાં કિલોમીટર દીઠ એક પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. મેઇલ, એક્સ્પ્રેસ ટ્રેનોમાં સેકન્ડ ક્લાસનાં ભાડાંમાં કિલોમીટર દીઠ બે પૈસા વધારે ચૂકવવાના રહેશે. શતાબ્દી, રાજધાની અને દૂરોંતો જેવી પ્રીમિયમ ટ્રેનોને દરવૃદ્ધિમાં આવરી લેવામાં આવી છે.

સ્લીપર ક્લાસનાં ભાડાંમાં બે પૈસા અને ફર્સ્ટ ક્લાસનાં ભાડાંમાં ચાર પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. એસી ચેર કાર, એસી થ્રી ટિયર, એસી ટુ ટિયર અને એસી ફર્સ્ટ ક્લાસનાં ભાડાંમાં કિલોમીટર દીઠ ચાર પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. ચાર પૈસાની દર વૃદ્ધિ અનુસાર ૧૪૪૭ કિલોમીટરનો પ્રવાસ કરતી દિલ્હી-કલકત્તા રાજધાની એક્સ્પ્રેસમાં પૂર્ણ અંતરના પ્રવાસ માટે વધુ ૫૮ રૂપિયા ચૂકવવાના રહેશે.

indian railways business news national news