10 July, 2023 08:23 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)
સીનિયર વકીલ હરીશ સાલ્વેએ કહ્યું, "બ્રિટિશ (Birtish) એ ફરિયાદ કરે છે કે દરેક બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) સૌથી પહેલો પ્રશ્ન માલ્યા (Vijay Mallya) અને નીરવના (Nirav Modi) પ્રત્યર્પણ કાર્યવાહીની પ્રગતિને લઈને પૂછે છે."
ભારતના (India) ભાગેડુ વિજય માલ્યા (Vijay Mallya) અને નીરવ મોદીના (Nirav Modi) પ્રત્યર્પણનો મુદ્દો બ્રિટન (Britain) સાથે જોરશોરથી ઉઠી રહ્યો છે. એએનઆઈના રિપૉર્ટ પ્રમાણે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) પોતે ભારત-બ્રિટેનના (India-Britain) વેપાર સંબંધી લગભગ દરેક બેઠકમાં આ મુદ્દો ઉઠાવ્યો છે. સૂત્રોનું કહેવું છે કે બ્રિટેનથી (Britain) ભારત (India) આવનારા પ્રતિનિધિમંડળોને માલ્યા (Vijay Mallya) અને નીરવ મોદીના (Nirav Modi) પ્રત્યર્પણ માટે ભારતીય દબાણનો સામનો કરવો પડે છે. દેશમાં પણ વિપક્ષી દળ આ મામલે સતત ભાજપ (Bharatiya Janata Party) શાસિત કેન્દ્ર સરકાર પર હુમલાવર છે.
ઇંગ્લિશ ન્યૂઝ ચેનલને આપેલા એક ઇન્ટરવ્યૂમાં સીનિયર વકીલ હરીશ સાલ્વેએ પણ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે બ્રિટિશ આ ફરિયાદ કરે છે કે દરેક બેઠકમાં પીએમ મોદી (Prime Minister Narendra Modi) સૌથી પહેલો પ્રશ્ન વિજય માલ્યા (Vijay Mallya) અને નીરવ મોદીના (Nirav Modi) પ્રત્યર્પણ કાર્યવાહીની પ્રગતિને લઈને પૂછે છે. સાલ્વેએ જણાવ્યું, "પીએમ મોદીએ (PM Modi) યૂકે સરકારને (UK Government) કહ્યું કે તમે એક જ સમયે વેપારી ભાગીદાર અને ભાગેડુનું ઘર ન બની શકો."
ભારત-બ્રિટેન વચ્ચે પ્રત્યર્પણ સંધિ પર સંમતિ
કિંગફિશર ઍરલાઈન્સના ચેરમેન વિજય માલ્યાને (Vijay Mallya) 2019માં બ્રિટિશ કૉર્ટે પ્રત્યર્પિત કરવાના આદેશ આપ્યા હતા. જો કે, અત્યાર સુધી તેને ભારત મોકલવામાં આવ્યો નથી. તો, હીરા વેપારી નીરવ મોદીની (Diamond Merchant Nirav Modi) 2019માં બ્રિટેનમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદથી તેને દક્ષિણ લંડનની (London) વૈંડ્સવર્થ જેલમાં અટકમાં રાખવામાં આવ્યા છે. ભારત અને યૂકે વચ્ચે 1992માં પ્રત્યર્પણ સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ભારતમાં પોતાના પ્રત્યર્પણ વિરુદ્ધ બ્રિટેનની સુપ્રીમ કૉર્ટમાં જવાની નીરવ મોદીની અરજી ગયા વર્ષે ડિસેમ્બરમાં રદ થઈ ગઈ હતી. ભાગેડૂ હીરા વેપારી નીરવ મોદી પર દગાખોરી અને મની લૉન્ડ્રિંગના આરોપ છે.
PNB કૌંભાડનો મુખ્ય આરોપી નીરવ મોદી (Nirav Modi)
નીરવ મોદી 13,500 કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેન્ક (PNB)કૌભાંડના મુખ્ય આરોપી છે જે ભારતથી ભાગી ગયો હતો. માનસિક સ્વાસ્થ્યનો હવાલો આપતા તે પોતાના પ્રત્યર્પણ વિરુદ્ધ લંડન હાઈકૉર્ટ પહોંચ્યો હતો. પણ, ત્યાં તેણે પોતાની અપીલ ગુમાવી. આ વર્ષ માર્ચમાં બ્રિટેનના વિદેશ સચિવ જેમ્સ ક્લેવરલીએ કહ્યું હતું કે ન્યાયિક પ્રણાલી સરકારથી સ્વતંત્ર છે અને તેમને જ નિર્ણય લેવાનો છે. આ દરમિયાન તેમણે ભાગેડુ આર્થિક અપરાધિઓના નામનો ઉલ્લેખ કર્યો નહોતો.