ગયા વર્ષની સરખામણીમાં વધુ પાવરફુલ થયો ઇન્ડિયન પાસપોર્ટ

14 January, 2022 10:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતીય પાસપોર્ટ ગયા વર્ષની સરખામણીમાં વધુ પાવરફુલ થઈ ગયો છે. ધ હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સે ૨૦૨૨ના પ્રથમ ત્રિમાસિક માટે દુનિયાના સૌથી પાવરફુલ પાસપોર્ટનું રૅન્કિંગ્સ જાહેર કર્યું છે.

પ્રતીકાત્મક તસવીર

નવી દિલ્હી ઃ ભારતીય પાસપોર્ટ ગયા વર્ષની સરખામણીમાં વધુ પાવરફુલ થઈ ગયો છે. ધ હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સે ૨૦૨૨ના પ્રથમ ત્રિમાસિક માટે દુનિયાના સૌથી પાવરફુલ પાસપોર્ટનું રૅન્કિંગ્સ જાહેર કર્યું છે. ૨૦૨૧ના ચોથા ત્રિમાસિકની સરખામણીમાં ભારતીય પાસપોર્ટ આ વર્ષે સાત સ્થાન આગળ વધીને ૮૩મા સ્થાને પહોંચી ગયો છે. ભારતીય પાસપોર્ટ પર હવે વિઝા વિના દુનિયાના ૬૦ દેશોમાં મુસાફરી કરી શકાય છે. ૨૦૨૧ના ચોથા ત્રિમાસિકમાં ભારતીય પાસપોર્ટ સાથે ૫૮ દેશોમાં જ વિઝા વિના મુસાફરીની પરમિશન હતી. 

national news