Women Power: નેવીએ મહિલા પાઈલેટ્સનું પ્રથમ બેચ તૈયાર કર્યું

22 October, 2020 08:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Women Power: નેવીએ મહિલા પાઈલેટ્સનું પ્રથમ બેચ તૈયાર કર્યું

તસવીર સૌજન્યઃ એએનઆઈ

ભારતીય નૌકદળમાં પણ ‘વુમન પાવર’ જોવા મળશે કારણ કે પહેલીવાર ત્રણ મહિલા પાઈલેટ્સનું બેચ તૈયાર કર્યું છે. નેવીના ઈતિહાસમાં આ એક સ્વર્ણિમ પૃષ્ઠ છે.

27 મા ડોર્નીયર ઓપરેશનલ ફ્લાઇંગ ટ્રેનિંગ DOFT કોર્સમાં ભાગ લેનારા છ પાઇલટોમાં ત્રણ મહિલા પાઇલોટ હતી. ગુરુવારે INS ગરુડમાં યોજાયેલા પાસિંગ આઉટ પ્રોગ્રામમાં સંપૂર્ણ સમુદ્રી પ્રહરી પાઇલટ તરીકે તેમણે તેમની સ્નાતકની ડિગ્રી મેળવી છે.

દક્ષિણી નૌસેના કમાન્ડના ચીફ સ્ટાફ અધિકારી રીઅર એડમિરલ એન્ટોની જ્યોર્જ આ કાર્યક્રમના મુખ્ય અતિથિ હતા. તેમણે જ આ પાઇલોટ્સને એવોર્ડ આપ્યો હતો જે હવે તમામ ઓપરેશનલ મિશન માટે ડોર્નીયર વિમાન ઉડાડવા માટે પૂરી રીતે તૈયાર છે.

ત્રણેય પાયલોટમાં લેફ્ટનન્ટ દિવ્યા શર્મા નવી દિલ્હીના માલવીય નગરના છે. લેફ્ટનન્ટ શુભાંગી સ્વરૂપ ઉત્તર પ્રદેશના તિલહરના છે અને લેફ્ટન્ટ શિવાંગી બિહારના મુઝફ્ફરપુરના છે. તેમણે DOFT અભ્યાસક્રમ પહેલાં આંશિક રીતે એરફોર્સ અને આંશિક રીતે નેવી સાથે ફ્લાઇટની તાલીમ લીધી હતી.

આમાંથી લેફ્ટનન્ટ શિવાંગી પ્રથમ (2 ડિસેમ્બર 2019 ના રોજ) નેવલ પાઇલટ માટે ક્વોલિફાય થયા હતા. જેના 15 દિવસ પછી, અન્યબે મહિલા અધિકારીઓ પણ પાયલોટ બની ગઈ હતી. આ પછી તેમની એક બેચ બનાવવામાં આવી હતી જેમાં 27 મા DOFT કોર્સમાં સામેલ છ પાયલોટને તેમાં સામેલ કરવામાં આવ્યા છે.

indian navy national news