21 September, 2025 09:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પ
H-1B વીઝા-ફીમાં વધારાએ ભારત સહિત અનેક દેશોને ચોંકાવી દીધા છે. ભારત સરકારે કહ્યું હતું કે અમેરિકાના આ પગલાનાં પરિણામોનું આકલન થઈ રહ્યું છે અને ટેક્નૉલૉજી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા તમામ પક્ષો સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. વૉશિંગ્ટન ડીસીસ્થિત ભારતીય દૂતાવાસ લગાતાર અમેરિકન અધિકારીઓના સંપર્કમાં છે. ભારત સરકારે જાહેર કરેલા નિવેદનમાં અમેરિકાને યાદ અપાવ્યું હતું કે ‘H-1B વીઝા માત્ર ઇમિગ્રેશનનો મુદ્દો નથી, પણ એ ઇનોવેશન અને બન્ને દેશોની અર્થવ્યવસ્થાનો મહત્ત્વનો સ્તંભ છે. બે દેશો વચ્ચે લોકોની આવન-જાવન ટેક્નૉલૉજી, ગ્રોથ અને પ્રતિસ્પર્ધાને નવી ઊંચાઈ આપે છે. જો એના પર આકરાં પગલાં લેવાશે તો એની માનવીય અસરો પણ હશે, કેમ કે હજારો પરિવારો એનાથી પ્રભાવિત થશે. સરકાર આશા રાખે છે કે ઊભો થયેલો અવરોધ અમેરિકાના અધિકારીઓ યોગ્ય રીતે ઍડ્રેસ કરશે.’