17 મેથી યૂક્રેનમાં ફરી શરૂ થશે ભારતીય દૂતાવાસ

13 May, 2022 07:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભારત સરકારે યૂક્રેનમાં રહેલા દૂતાવાસની મદદથી ફેબ્રુઆરી અને માર્ચના મહિનામાં લગભગ 22 હજાર ભારતીયોને કાઢ્યા હતા.

પ્રતીકાત્મક તસવીર

યૂક્રેન રશિયા વચ્ચે ચાલતાં યુદ્ધ દરમિયાન ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે. ભારત સરકાર ફરીથી યૂક્રેનના દૂતાવાસને શરૂ કરવા જઈ રહી છે. 17મેથી યૂક્રેનમાં ભારતીય દૂતાવાસ ફરીથી કામ કરવાનું શરૂ કરશે. જણાવવાનું કે રશિયાના યૂક્રેન પર હુમલા કર્યા પછી ભારતે યૂક્રેનમાં સ્થિત પોતાનું દૂતાવાસ અસ્થાઈ રીતે બંધ કર્યું હતું. ભારત સરકારે યૂક્રેનમાં રહેલા દૂતાવાસની મદદથી ફેબ્રુઆરી અને માર્ચના મહિનામાં લગભગ 22 હજાર ભારતીયોને કાઢ્યા હતા.

ભારત સરકારે યૂક્રેનમાં ફસાયેલા લોકોને કાઢવા માટે ઑપરેશન ગંગા ચલાવ્યું, આ ઑપરેશનમાં 100થી વધારે ફ્લાઈટ્સનું સંચાલન કરવામાં આવ્યું, જેમાં લગભગ 22 હજારથી વધારે લોકોને કાઢવામાં આવ્યા હતા. નોંધનીય છે કે રશિયાએ યૂક્રેનના નાટોમાં સામેલ થવાના નિર્ણય વિરુદ્ધ ફેબ્રુઆરીમાં યુદ્ધ શરૂ કર્યું હતું, જેના પછી અનેક દેશોએ યૂક્રેનમાં પોતાના દૂતાવાસ અસ્થાઈ રૂપે બંધ કરી દીધા હતા.

national news ukraine