ઑપરેશન સિંદૂર હજી પૂરું થયું નથી

20 May, 2025 11:08 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પોર્ટુગલમાં ભારતીય દૂતાવાસ સામે વિરોધ કરવા આવેલા પાકિસ્તાનીઓને જવાબરૂપે રાજદૂતનું બૅનર

પોર્ટુગલના લિસ્બનમાં ચાન્સરી બિલ્ડિંગમાં આવેલા ભારતીય દૂતાવાસની બહાર પાકિસ્તાની સમર્થકો ભેગા થયા ત્યારે દૂતાવાસે બૅનરો લગાવ્યાં

પોર્ટુગલના લિસ્બનમાં ચાન્સરી બિલ્ડિંગમાં આવેલા ભારતીય દૂતાવાસની બહાર પાકિસ્તાની સમર્થકો ભેગા થયા ત્યારે દૂતાવાસે બૅનરો લગાવ્યાં હતાં જેમાં લખવામાં આવ્યું હતું કે ‘ઑપરેશન સિંદૂર હજી પૂરું થયું નથી.’ ભારતીય દૂતાવાસે પોર્ટુગીઝ સરકાર અને પોલીસ અધિકારીઓનો વધુ સારી સુરક્ષા-વ્યવસ્થા પૂરી પાડવા બદલ આભાર માન્યો હતો.

પોર્ટુગલમાં ભારતના રાજદૂત પુનિત રૉય કુંડલે પણ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ‘ઍક્સ’ પર લખ્યું હતું કે ‘ભારત આવી ઉશ્કેરણીથી ડરશે નહીં. ઑપરેશન સિંદૂર હજી પૂરું થયું નથી. દૂતાવાસની બહાર પાકિસ્તાન દ્વારા આયોજિત વિરોધ-પ્રદર્શનનો જવાબ અમે શાંત પણ મજબૂત અને મક્કમ સંદેશ સાથે આપ્યો હતો.’

વિરોધીઓ પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીરની તસવીરો લઈને દૂતાવાસની બહાર ભેગા થયા હતા.

operation sindoor portugal india pakistan ind pak tension national news news