લગ્નના પુરાવાના અભાવે કપલના ડિવૉર્સને કોર્ટની મંજૂરી ન મળી

12 December, 2012 03:33 AM IST  | 

લગ્નના પુરાવાના અભાવે કપલના ડિવૉર્સને કોર્ટની મંજૂરી ન મળી

કોર્ટે ચુકાદામાં કહ્યું હતું કે દંપતી ઑરિજિનલ મૅરેજ સર્ટિફિકેટ રજૂ કરી શક્યાં ન હતાં, એટલું જ નહીં ડિવૉર્સ માગનાર પુરુષ પોતે મહિલાનો પતિ હોવાનું પુરવાર કરી શક્યો નથી. આ કારણોસર કોર્ટ તેમની ડિવૉર્સની માગણીને સ્વીકારી શકે એમ નથી. કોર્ટ સમક્ષ પતિએ પોતાના રહેઠાણના પાંચ જુદા જુદા સરનામાઓ આપ્યા હતા.

આ કપલે ૨૦૦૦માં દિલ્હીમાં તેમનાં લગ્ન થયાં હોવાનું કોર્ટને કહ્યું હતું. બાદમાં વિખવાદોને કારણે ૨૦૦૯ના ડિસેમ્બરથી તેઓ અલગ-અલગ સ્થળે રહેતાં હતાં.

પરસ્પર સમાધાનની કોઈ શક્યતા નહીં હોવાથી તેમણે ડિવૉર્સ માટે અપ્લાય કર્યું હતું. તેમણે કોર્ટને કહ્યું હતું કે મહિલા દુબઈમાં રહે છે જ્યારે પુરુષ અમેરિકામાં રહે છે અને હવે તેઓ ફરી એકબીજા સાથે રહેતાં થાય એવી શક્યતા નથી. જોકે ગઈ કાલે કોર્ટે લગ્નના પુરાવાનો અભાવ અને પતિની ઓળખ પુરવાર થતી નહીં હોવાનું જણાવીને ડિવૉર્સની માગણી નકારી દીધી હતી. હવે આ દંપતી પૂરાવા મેળવ્યા બાદ ફરી ડિવૉર્સ માટે અપ્લાય કરવાનું વિચારી રહ્યું છે.