આંતરરાષ્ટ્રીય ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય બેડમિન્ટન ખેલાડી નંદુ નાટેકરનું નિધન

28 July, 2021 12:44 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

આંતરરાષ્ટ્રીય ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય બેડમિન્ટન ખેલાડી નંદુ નાટેકરનું 88 વર્ષની વયે નિધન થયુ છે.

પ્રતીકાત્મક તસવીર

બેડમિન્ટન ખેલાડી નંદુ નાટેકરનું બુધવારે નિધન થયું હતું. 1956માં આંતરરાષ્ટ્રીય ખિતાબ જીતનાર તે પ્રથમ ભારતીય બેડમિન્ટન ખેલાડી હતા. નાટેકર 88 વર્ષના હતા. કારકિર્દીમાં 100 થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખિતાબ જીતનાર નાટેકર વય સંબંધિત બિમારીઓથી પીડાઈ રહ્યા હતા. તેમના પરિવારમાં પુત્ર ગૌરવ અને બે પુત્રી છે.

પુત્ર ગૌરવે ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, `તેમણે ઘરે જ અંતિમ શ્વાસ લીધા હતા, અમે બધા તેમની સાથે જ હતા. છેલ્લા ત્રણ મહિનાથી તે બીમાર હતો. જે તે સમયના સૌથી લોકપ્રિય ખેલાડી નાટેકર વિશ્વના ભૂતપૂર્વ  ત્રીજા નંબરના ખેલાડી હતા. પશ્ચિમ મહારાષ્ટ્રના સાંગલીમાં જન્મેલા નાટેકરને 1961માં પ્રતિષ્ઠિત અર્જુન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.<

નાટેકર પરિવારે એક નિવેદનમાં કહ્યું હતું કે, `અમે ખૂબ દુઃખની વાત સાથે જણાવીએ છીએ કે અમારા પિતા નંદુ નાટેકરનું 28 જુલાઈ 2021 ના ​​રોજ નિધન થયું છે.  કોરોનાના દિશા નિર્દેશોને ધ્યાનમાં રાખીને અમે શોક સભાઓનું આયોજન કરીશું નહીં. કૃપા કરીને તેને તમારા વિચારો અને પ્રાર્થનામાં યાદ રાખો.

15 વર્ષથી વધુની કારકીર્દિ દરમિયાન નાટેકર 1954 માં પ્રતિષ્ઠિત ઓલ ઇંગ્લેન્ડ ચેમ્પિયનશીપના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા અને 1956 માં સેલંગોર આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ જીતીને આંતરરાષ્ટ્રીય ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યા હતા. તેમણે 1951 થી 1963 દરમિયાન થોમસ કપમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જેમાં તેણે 16 સિંગલ્સમાંથી 12 અને તેની 16 ડબલ્સ મેચમાંથી આઠ જીત્યા હતા. તેમણે જમૈકામાં 1965 ની કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

national news Sports news badminton news