ભારતીય સેનાએ LOC પાસે તોડી પાડ્યું પાકિસ્તાની ડ્રોન

24 October, 2020 06:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભારતીય સેનાએ LOC પાસે તોડી પાડ્યું પાકિસ્તાની ડ્રોન

તસવીર સૌજન્યઃ એએનઆઈ

સીમા પર પાકિસ્તાન સતત ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી રહ્યું છે. ભારતીય સેના આ અંગે યોગ્ય જવાબ આપી રહી છે. પાકિસ્તાન સરહદ પારથી ભારતની જાસૂસી માટે નવી રણનીતિ અજમાવી રહ્યું છે.

રવિવારે ભારતીય સેનાના જવાનોએ નિયંત્રણ રેખાની સાથે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આવા એક પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. જમ્મુ-કાશ્મીરના કેરન સેક્ટરમાં નિયંત્રણ રેખા નજીક આજે સવારે આઠ વાગ્યે પાકિસ્તાની આર્મીના ક્વાડકોપ્ટરને ભારતીય સૈન્યના જવાનોએ ગોળી મારી દીધી હતી.

ક્વાડકોપ્ટર એક પ્રકારનું ડ્રોન છે જેના દ્વારા જાસૂસી અને હળવા શસ્ત્રો મોકલી શકાય છે. જમ્મુ-કાશ્મીરના કેરન સેક્ટરમાં લગભગ 70 મીટરની અંતરે ભારતીય સૈન્ય પર એક ડ્રોન જાસૂસી કરતી જોવા મળી હતી. ભારતીય સેનાએ વિલંબ કર્યા વિના તેને ઠાર માર્યો હતો. આ પહેલા પણ પાકિસ્તાને અનેક વાર ડ્રોન મોકલીને ભારતની જાસૂસી કરી છે.

થોડા દિવસો પહેલા પીર પંજલ રેન્જમાં પાકિસ્તાનને ડ્રોન દ્વારા ફાયરિંગ કરવામાં આવવાની ચર્ચા થઈ હતી. જૂનમાં બીએસએફએ કઠુઆમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક એક આધુનિક રાઇફલ અને ગ્રેનેડ લઇને આવેલા પાકિસ્તાની ડોનને માર્યો હતો. આવી સ્થિતિમાં, સેના સપ્ટેમ્બરમાં આ ભય વિશે પહેલાથી સતર્ક હતી.

pakistan line of control national news indian army