અરુણાચલમાં ભારતીય સેનાનું હેલિકોપ્ટર ક્રેશ, અકસ્માતમાં પાઇલટનું મોત

05 October, 2022 01:50 PM IST  |  Itanagar | Gujarati Mid-day Online Correspondent

અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી

પ્રતીકાત્મક તસવીર

ભારતીય સેનાનું એક ચિતા હેલિકોપ્ટર (Cheetah Helicopter) આજે અરુણાચલ પ્રદેશ (Arunachal Pradesh)ના તવાંગ વિસ્તાર પાસે ક્રેશ થયું હતું. સેનાના અધિકારીઓ પાસેથી મળેલી માહિતી મુજબ આ દુર્ઘટનામાં એક પાઇલટનું મોત થયું છે. તે જ સમયે, બીજા પાઇલટની સારવાર ચાલી રહી છે.

આ ઘટના અંગે એક પ્રેસ રિલીઝ બહાર આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તવાંગ નજીક ફોરવર્ડ એરિયામાં ઊડી રહેલું આર્મીનું ચિતા હેલિકોપ્ટર આજે સવારે લગભગ 10 વાગ્યે નિયમિત ઉડાન દરમિયાન ક્રેશ થયું હતું, જે બાદ બંને પાઇલટને નજીકની સૈન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક પાઇલટ લેફ્ટનન્ટ કર્નલ સૌરભ યાદવનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તે જ સમયે, બીજા પાઇલટની સારવાર ચાલી રહી છે.

અખબારી યાદીમાં જણાવાયું છે કે અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ અંગે તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ ક્રેશનું સાચું કારણ જાણી શકાશે.

national news arunachal pradesh