Video: સીમા પાસે પાકિસ્તાનું મિસાઈલ શેલ ભારતીય સેનાએ કર્યું તબાહ

23 October, 2019 01:45 PM IST  |  પુંછ

Video: સીમા પાસે પાકિસ્તાનું મિસાઈલ શેલ ભારતીય સેનાએ કર્યું તબાહ

ભારતે પાકિસ્તાનના ઈરાદા બનાવ્યા નિષ્ફળ

ભારતીય સેનાએ ફરી એકવાર નિયંત્રણ રેખા પાસે પાકિસ્તાનની એક નાપાક હરકતને નિષ્ફળ બનાવી છે. જમ્મૂ કશ્મીરના પુંછ જિલ્લાની એલઓસી પાસે એક ગામમાં ભારતીય સેનાએ પાકિસ્તાની સેના દ્વારા છોડવામાં આવેલા બે મિસાઈલ શેલને નષ્ટ કરી દીધી. આ ગામ જમ્મૂ કશ્મીરના પુંછ સેક્ટરમાં છે.

જમ્મૂ કશ્મીરમાં આર્ટિકલ 370 હટાવવામાં આવ્યા બાદ પાકિસ્તાન બોખલાયેલું છે. પાકિસ્તાની સેનાની તરફથી એલઓસી પર રોજ સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે, જેનો ભારતીય સેના મુંહતોડ જવાબ આપી રહી છે. જમ્મૂ કશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવામાં આવ્યા બાદ પાકિસ્તાને 77 દિવસોમાં 300થી વધુ વાર સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કરી ચુક્યું છે. પાકિસ્તાન ગોળીબારી અને સીઝફાયર ઉલ્લંઘનની આડમાં જમ્મૂ કશ્મીરમાં આતંકીઓને ઘુસાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

એક અહેવાલ પ્રમાણે પાકિસ્તાને પુંછ અને રાજૌરી સેક્ટરમાં સીમા પર આતંકી લૉન્ચ પેડ બનાવ્યું છે. આ લૉન્ચ પેડ પર ઘૂસણખોરી માટે પાકિસ્તાને આતંકવાદીઓને બેસાડી રાખ્યા છે. પાકિસ્તાન પુરા પ્રયાસો કરી રહ્યું છે કે એલઓસી પર બરફ વર્ષા થાય અને રસ્તો બંધ થાય તે પહેલા વધુમાં વધુ આતંકીઓની ઘૂસણખોરી કરાવવામાં આવે. જાણકારી પ્રમાણે એલઓસી પર 20 લૉન્ચપેડ સક્રિય કરવામાં આવ્યા છે. એટલું જ નહીં પીઓકેમાં એટલા જ આતંકી કેમ્પ પણ સક્રિય થયા છે.આ કેમ્પમાં આતંકી ઘૂસણખોરી કરવાની તૈયારીમાં છે.

આ પણ વાંચોઃ રાજકોટઃ આ દિવાળી ધ્યાન રાખીને ફોડજો ફટાકડાં, નહીં તો લેવાઈ શકે છે પગલાં

પાકિસ્તાનની તરફથી આતંકીઓને ઘૂસણખોરી કરાવવા માટે હાલ ઉરી, કરનાહ, કેરન, રાજૌરી, પુંછ જિલ્લામાં ભારે ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયમાં પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કરવાનું પણ શરૂ કરી દીધું છે.જો કે ભારતીય સેના તેના તમામ નાપાક ઈરાદાઓને નિષ્ફળ બનાવી રહી છે.

pakistan line of control