આર્મીએ LACની નજીક T-90 અને T-72 ટેન્ક તહેનાત કરી

27 September, 2020 04:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આર્મીએ LACની નજીક T-90 અને T-72 ટેન્ક તહેનાત કરી

આર્મડ રેજીમેન્ટની ટી-90 અને ટી-72 ટેન્કોને તહેનાત કરી

છેલ્લા પાંચ મહિનાથી લદ્દાખમાં ટેન્શન ચાલુ છે એવામાં આર્મીએ શિયાળાની સિઝનમાં પણ જવાબદારી સંભળવાની પુરતી તૈયારીઓ કરી લધી છે. સેનાએ પૂર્વી લદ્દાખમાં લાઈન ઓફ એકચ્યુઅલ કન્ટ્રોલ(LAC)ની પાસે આર્મડ રેજીમેન્ટની ટી-90 અને ટી-72 ટેન્કોને તહેનાત કરી છે.

ઉપરાંત બીએમપી-2 કોમ્બેટ વ્હીકલ પણ મોકલવામાં આવ્યા છે. આ યુદ્ધ ટેન્ક 14 હજાર 500 ફુટની ઉંચાઈ પરના ચુમાર-ડેમચોક એરિયામાં તહેનાત કરવામાં આવી છે.

આ ટેન્કોની ખાસિયત એ છે કે તેને માઈનસ 40 ડિગ્રી ટેમ્પરેચરમાં પણ ઓપરેટ કરી શકાય છે. 14 કોર્પ્સના ચીફ ઓફ સ્ટાફે ન્યુઝ એજન્સી એએનઆઈને કહ્યું કે લદ્દાખમાં શિયાળાની ઋતુ ખરાબ હોય છે. જ્યાં સુધી શિયાળાની સિઝનની વાત છે, આપણે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. હાઈ કેલેરી અને ન્યુટ્રીશનવાળું રેશન આપણી પાસે છે. ફ્યૂલ અને ઓઈલ, શિયાળાના કપડા, ગરમી માટેના સાધનો પણ પર્યાપ્ત માત્રમાં છે.

national news ladakh china indian army