હુમલામાં કેટલા લોકો મર્યા તે સરકાર કહેશે, તે IAFનું કામ નથીઃ બીએસ ધનોઆ

04 March, 2019 02:27 PM IST  |  કોઈબ્તૂર

હુમલામાં કેટલા લોકો મર્યા તે સરકાર કહેશે, તે IAFનું કામ નથીઃ બીએસ ધનોઆ

વાયુસેના પ્રમુખનું હવાઈહુમલા પર નિવેદન

વાયુસેનાના પ્રમુખ બીએસ ધનોઆએ પહેલી વાર એરસ્ટ્રાઈકને લઈને ઉઠી રહેલા સવાલોના જવાબ આપ્યા. તેમણે કહ્યું કે હુમલામાં કેટલા લોકો માર્યા ગયા તે ગણવાનું એરફોર્સનું કામ નથી, આ સરકારનું કામ છે અને આંકડા સરકાર જ આપશે. ધનોઆએ કહ્યું કે અમારે એ જોવાનું હોય કે જે ટારગેટ અમને આપવામાં આવ્યો હતો તે હિટ થયો કે નહીં. વિંગ કમાંડર અભિનંદનને લઈને ધનોઆએ કહ્યું કે મેડિકલ સર્ટિફિકેટ આવ્યા બાદ જ તે વિમાન ઉડાવી શકશે.

કોઈમ્બતૂરમાં પત્રકારોના સવાલોને જવાબ આપતા ધનોઆએ કહ્યુંકે, 'વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે નિશાન શું હતું. જ્યારે અમને એક લક્ષ્ય આપવામાં આવે ત્યારે અમે યોજના બનાવીએ છે અને તેને પુરી પણ કરીએ છે. નહીં તો તેઓ(પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન) જવાબ પણ કેમ આપે, જો એરફોર્સે જંગલમાં બોમ્બ ફેક્યા ગોત તો પાકિસ્તાને જવાબ ન આપ્યો હોત.'

આ પણ વાંચોઃ Air Stirike પર અમિત શાહના દાવા પર કોંગ્રેસના સવાલ, પુછ્યું- ક્યાંથી આવ્યો 250નો આંકડો

ધનોઆએ આગળ કહ્યું કે, 'હુમલાથી કેટલું નુકસાન થયું તેનું અંદાજ લગાવવાની સ્થિતિમાં વાયુસેના નથી. આ મામલે સરકાર સફાઈ આપશે.'

indian air force pakistan narendra modi