ભારત 6 એપ્રિલથી રેપિડ ટેસ્ટ શરૂ, જે માત્ર 30 મિનિટમાં પરિણામ દર્શાવશે

02 April, 2020 12:22 PM IST  |  New Delhi | Agencies

ભારત 6 એપ્રિલથી રેપિડ ટેસ્ટ શરૂ, જે માત્ર 30 મિનિટમાં પરિણામ દર્શાવશે

પ્રતીકાત્મક તસવીર

દેશમાં કોરોના વાઇરસના પ્રસારને રોકવા માટે ૨૧ દિવસનું લૉકડાઉન લાગુ છે. દેશમાં અત્યાર સુધી કોરોના સંક્રમણના ૧૨૦૦થી વધુ કેસ સામે આવી ચૂક્યા છે. એવામાં સરકાર અને સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી વ્યાપક પગલાં ભરવામાં આવી રહ્યાં છે. કોરોના સામેના જંગમાં ભારતને દક્ષિણ કોરિયાનું મૉડલ અપનાવવું પડશે. એ મુજબ દેશમાં ૨૦,૦૦૦ ટેસ્ટ સેન્ટર્સની આવશ્યક્તા છે જેનાથી કોરોના સંક્રમિત લોકોની ઓળખ વહેલી તકે થઈ શકશે.

દક્ષિણ કોરિયા કોરોના સંક્રમણ ફેલાવવાના પ્રારંભિક ચરણમાં એક દિવસમાં ૧૫,૦૦૦થી વધુ લોકોની તપાસ કરવામાં સફળ રહ્યું હતું. અત્યાર સુધીમાં ત્યાં લગભગ ૪ લાખ લોકોની તપાસ કરવામાં આવી ચૂકી છે. એનો અર્થ એ છે કે ત્યાંની સરકાર કોરોના સંક્રમિત લોકોની ઓળખ સરળતાથી કરીને તેમને આઇસોલેશનમાં રાખી શકે છે. એનાથી ત્યાં સાજા થનારા દરદીઓની સંખ્યા વધુ છે. દરદીઓ સાજા થવાની પ્રક્રિયા ઉપલબ્ધ સ્વાસ્થ્ય સેવા પર નિર્ભર કરે છે અને જો સિસ્ટમ અતિશય વધુ સંક્રમણોથી ગ્રસ્ત નથી તો હાલના દરદીઓ માટે સારી મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરાવી શકાય છે.

national news new delhi coronavirus covid19