સોલર પાવરથી ટ્રેન દોડાવનાર દુનિયાનો પ્રથમ દેશ બનશે ભારત

07 July, 2020 12:29 PM IST  |  New Delhi | Agencies

સોલર પાવરથી ટ્રેન દોડાવનાર દુનિયાનો પ્રથમ દેશ બનશે ભારત

પ્રતીકાત્મક તસવીર

ભારતીય રેલવેના ટ્રૅક પર હવે સોલર પાવરની વિજળીથી ટ્રેન દોડશે. ભારતીય રેલવેએ એની માટે તૈયારી કરી લીધી છે. રેલવેએ પોતાના પાઇલટ પ્રોજેક્ટ હેઠળ મધ્ય પ્રદેશના બીનામાં સોલર પાવર પ્લાન્ટને સ્થાપિત કર્યો છે જેનાથી ૧.૭ મેગા વોટની વિજળીનું ઉત્પાદન થઈ શકે છે અને વિજળીથી ટ્રેનો દોડાવવાની તૈયારી છે.

રેલવેનો દાવો છે કે વિશ્વના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે સૌર ઊર્જાનો ઉપયોગ ટ્રેનોને ચલાવવા માટે કરવામાં આવશે. આ પાવર પ્લાન્ટની ખાસ વાત એ છે કે અહીંથી ૨૫,૦૦૦ વૉલ્ટની વિજળી પેદા થશે જેને ડાયરેક્ટ રેલવેના ઓવરહેડ પર ટ્રાન્સફર કરવામાં આવશે અને એની મદદથી ટ્રેનોને દોડાવવામાં આવશે.

મધ્ય પ્રદેશના બીનામાં રેલવેની ખાલી પડેલી જમીન પર ભેલના સહયોગથી ૧.૭ મેગાવોટની ક્ષમતા ધરાવતા સોલર પાવર પ્લાન્ટને તૈયાર કરવામાં આવ્યો છે. પૂરી દુનિયામાં આવો પાવર પ્લાન્ટ નથી લાગ્યો, જેનાથી ટ્રેનને ચલાવી શકાય. વિશ્વનાં અન્ય રેલવે નેટવર્ક, સૌર ઊર્જાનો ઉપયોગ મુખ્ય રીતે સ્ટેશનો, આવાસીય કૉલોની અને કાર્યાલયને વિજળીની જરૂરીયાતને પૂરા કરવા માટે કરે છે.

national news indian railways