આવતા વર્ષે મંગળ પર પહોંચશે ભારત

04 August, 2012 08:26 AM IST  | 

આવતા વર્ષે મંગળ પર પહોંચશે ભારત

 

 

ભારત આવતા વર્ષે મંગળ ગ્રહ પર અવકાશયાન મોકલશે. ભારતની યોજના રેડ પ્લૅનેટ તરીકે જાણીતા મંગળની સપાટીનો અભ્યાસ કરવા માટે સૅટેલાઇટ તરતો મૂકવાની છે. ગઈ કાલે વડા પ્રધાન મનમોહન સિંહે અવકાશયાન મોકલવાની યોજનાને મંજૂરી આપી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઇસરો આવતા વર્ષે નવેમ્બરમાં મંગળ ગ્રહ પર માર્શ ઑર્બિટર નામનું અવકાશ યાન મોકલશે.

 

ભારતના મિશનના ભાગરૂપે મંગળ ગ્રહના વાતાવરણનો અભ્યાસ કરવામાં આવશે. ભારત જો આવતા વર્ષે મંગળ પર અવકાશયાન નહીં મોકલે તો એ પછી માત્ર ૨૦૧૬ અને ૨૦૧૮માં જ આ તક મળશે. નિષ્ણાતોનું માનવું છે કે ભારતના મિશન સાથે એશિયામાં અવકાશમાં પહોંચવાની હરીફાઈ વધુ તીવ્ર બનશે. અત્યાર સુધી માત્ર છ દેશોએ મંગળ ગ્રહનો અભ્યાસ કરવા અવકાશયાન મોકલ્યાં છે.  

 

ઇસરો- ISRO= ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન