મોબાઇલ-નંબર હવે ૧૧ આંકડાના

23 October, 2012 05:23 AM IST  | 

મોબાઇલ-નંબર હવે ૧૧ આંકડાના


વળી આવતા વર્ષથી મોબાઇલ-નંબરની સંખ્યા એક અબજનો આંકડો પાર કરી જશે. સેલ્યુલર ઑપરેટર અસોસિએશન ઑફ ઇન્ડિયાના સંચાલક રાજન મૅથ્યુએ કહ્યું હતું કે આવતા વર્ષથી નવા નંબર શરૂ કરવામાં નહીં આવે તો મોટી સમસ્યા ઊભી થઈ શકે છે. મોબાઇલ-નંબરની અછતને ટાળવા માટેના ઉપાયો શોધવાનું કામ શરૂ થયું છે. ૧૧ અથવા તો ૧૨ ડિજિટના નવા નંબર આવતા વર્ષથી શરૂ થવાની શક્યતા છે એવો એક પ્રસ્તાવ ટેલિકૉમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ દૂરસંચાર વિભાગને આપ્યો છે. દૂરસંચાર વિભાગ અન્ય વિકલ્પોની પણ શોધ કરી રહ્યો છે.