IAFને મળશે મારક HAMMER મિસાઇલ, 60 કિમી દૂરના દુશ્મન થશે ઠાર

23 July, 2020 09:23 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-Day Online Correspondent

IAFને મળશે મારક HAMMER મિસાઇલ, 60 કિમી દૂરના દુશ્મન થશે ઠાર

રાફેલ

ગલવાન ઘાટી(Galwan Ghati)માં ચીન વચ્ચે વધતાં ગતિરોધને લઈને ભારત પોતાના સૈન્યની તાકાત મજબૂત કરવામાં લાગેલું છે. 29 જુલાઇના રાફેલ (Rafale)વિમાનની પહેલી ડિલીવરી ફ્રાન્સ(France)થી ભારત પહોંચવાની છે. દરમિયાન સમાચાર એ પણ છે કે ભારતીય વાયુસેના રાફેલ લડાખુ વિમાનને ફ્રાન્સીસી મિસાઇલ હેમર(HAMMER) લેસ કરવાની તૈયારીમાં લાગેલ છે. આમ કરવાથી રાફેલની મારક ક્ષમતામાં હજી પણ વધારો થશે. નરેન્દ્ર મોદી સરકાર તરફથી સશસ્ત્ર દળોને આપવામાં આવેલી ખરીદીનો આપાતકાલીન શક્તિઓ હેઠળ હેમર મિસાઇલનો ઑર્ડર આપવામાં આવ્યો. આ ઉંચાઇના વિસ્તારોમાં 60 કિમી અને નીચાણના વિસ્તારોમાં 15 કિમી સુધીની મારક ક્ષમતા છે.

હેમર મિસાઇલ
સમાચાર એજન્સી ANI પ્રમાણે 'હેમર (HAMMER)' મિસાઇલો માટે આદેશ જાહેર કરવામાં આવી રહ્યા છે. ફ્રાન્સીસી અધિકારીઓએ ઓછા સમયમાં લડાખુ વિમાનો માટે આની આપૂર્તિ માટે સહેમતિ દર્શાવી છે. વાયુસેના દ્વારા આ મિસાઇલોની તત્કાલ આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને ફ્રાન્સીસી અધિકારી હાલના સ્ટૉકમાંથી ભારતને આ મિસાઇલ સિસ્ટમ પહોંચાડશે, જે તેમણે પોતાના કેટલાક અન્ય ગ્રાહકો માટે તૈયાર કરીને રાખી હતી. હેમરનું પૂરું નામ Highly Agile Modular Munition Extended Range છે. Hammer મિસાઇલ એક મધ્યમ રેન્જની ઍર ટૂ ગ્રાઉન્ડ મિસાઇલ છે, જેણે ફ્રાન્સીસી વાયુ સેના અને નૌસેના માટે ડિઝાઇન કરી હતી તેમજ બનાવી હતી.

આ ભારતને પ્હાડી ક્ષેત્રો સહિત કોઇપણ વિસ્તારમાં કોઇપણ બંકર કે સ્થળ પર હુમલો કરવાની ક્ષમતા વધારવામાં સક્ષમ છે. આ સંબંધે જ્યારે વાયુસેનાના એક પ્રવક્તાને પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેમણે કંઇપણ કહેવાની ના પાડી દીધી.

નોંધનીય છે કે આવતાં બુધવારે(29 જુલાઇ)ના પાંચ રાફેલ વિમાન ફ્રાન્સમાંથી ભારત આવવાના છે. આ લડાખુ વિમાનોને ઍરફોર્સના 17 કમાન્ડર ઑફિસર ઉડાવશે. તેમની ટ્રેનિંગ પણ ઘણી પહેલા થઈ ગઈ છે. પહેલા વિમાનોની ડિલીવરી મેના અંત સુધી થવાની હતી, પણ બન્ને દેશોમાં સંક્રમણની સ્થિતિ જોતાં આ બે મહિના માટે ટાળી દેવામાં આવ્યું હતું. ભારત અને ફ્રાન્સ વચ્ચે થયેલા સોદા હેઠળ 36 રાપેલ જેટ સપ્ટેમ્બર 2022 સુધી આવવાના છે. વાયુસેનાના પાયલટ અને ટેક્નિશિયન અધિકારી રાફેલની ઉડાનથી લઈને સંચાલન બાબતે સંપૂર્ણપણે પ્રશિક્ષિત થઈ ગયા છે.

national news international news