સરકારની નવી ગાઈડલાઈન્સથી Ola, Uber જેવી કંપનીઓ ઉપર આ નિયંત્રણો

27 November, 2020 07:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સરકારની નવી ગાઈડલાઈન્સથી Ola, Uber જેવી કંપનીઓ ઉપર આ નિયંત્રણો

ફાઈલ ફોટો

એપ આધારિત ટેક્સી સર્વિસીસ પુરી પાડતી ઓલા (Ola) અને ઉબેર (Uber) જેવી કંપનીઓ માટે ભારત સરકારે નવી મોટર વાહન એગ્રીગેટર ગાઈલાઈન્સ અમલમાં લાવી છે.

માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયે શુક્રવારે મોટર વ્હીકલ એગ્રીગેટર ગાઈડલાઈંસ 2020-જાહેર કરી છે. આ ગાઈડલાઈન્સ અંતર્ગત એગ્રીગેટર્સને રાજ્ય સરકાર પાસે લાઈસન્સ લેવાનું રહેશે. સાથે જ રાજ્ય સરકાર ભાડાને પણ નક્કી કરશે. આ ઉપરાંત એગ્રીગેટરની પરિભાષાને પણ સામેલ કરવામાં આવી છે. તેના માટે મોટર વ્હીકલ 1988ના મોટર વ્હીકલ એક્ટ, 2019ને સંશોધિત કરવામાં આવ્યુ છે.

લક્ષ્‍યાંક શેયર્ડ મોબિલીટીને રેગ્યુલેટ કરવાની સાથે ટ્રાફિક અને પ્રદૂષણને ઓછુ કરવાનું છે. આ ઉપરાંત એગ્રીગેટરની પરિભાષાને પણ સામેલ કરવામાં આવી છે. તેના માટે મોટર વ્હીકલ 1988ની મોટર વ્હીકલ એક્ટ 2019ને સંશોધિત કરવામાં આવી છે. એગ્રીગેટરના બેસ ફેયરથી 50 ટકા ઓછો ચાર્જ કરવાની મંજૂરી મળશે. કેન્સલેશન ફીઝનું કુલ ભાડૂ 10 ટકા કરવામાં આવ્યુ છે. જે રાઈડર અને ડ્રાઈવર બંને માટે 100 રૂપિયાથી વધારે નહીં હોય. ડેટાને ભારત સરકારના કાયદા અનુસાર સુલભ બનાવવનું હશે, પણ ગ્રાહકોના ડેટાને યુઝર્સની સહમતી વગર શૅર કરી શકાશે નહીં.

સૂચિત ગાઈડલાઈન્સ અનુસાર હવે દરેક ડ્રાઈવરને 80 ટકા ભાડૂ મળશે. જ્યારે કંપનીઓની પાસે 20 ટકા ભાડૂ જ રહેશે. એગ્રીગેટરને રેગ્યુલેટ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી ગાઈડલાઈન્સનું રાજ્ય સરકારોએ પાલન કરવાનું રહેશે. લાઈસન્સની જરૂરિયાતને ધ્યાને રાખીને ખાસ વ્યવ્સથા કરવાની રહેશે. એક્ટના સેક્શન 93 અનુસાર દંડની જોગવાઈ પણ છે.

national news uber ola