ભારતનો GSAT-24 સૅટેલાઇટ લૉન્ચ કરાયો

24 June, 2022 09:27 AM IST  |  Bangalore | Gujarati Mid-day Correspondent

એનએસઆઇએલે એની સમગ્ર સૅટેલાઇટ ક્ષમતા ડાયરેક્ટ-ટુ-હોમ (ડીટીએચ) સર્વિસ કંપની તાતા પ્લેને લીઝ પર આપી છે

ભારતનો GSAT-24 સૅટેલાઇટ લૉન્ચ કરાયો

ન્યુ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ (એનએસઆઇએલ)એ ડિમાન્ડ આધારિત એના પહેલા કમ્યુનિકેશન સૅટેલાઇટ મિશનમાં GSAT-24 સૅટેલાઇટને ગઈ કાલે સફળતાપૂર્વક લૉન્ચ કર્યો હતો.

એનએસઆઇએલે એની સમગ્ર સૅટેલાઇટ ક્ષમતા ડાયરેક્ટ-ટુ-હોમ (ડીટીએચ) સર્વિસ કંપની તાતા પ્લેને લીઝ પર આપી છે. એનએસઆઇએલ માટે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઑઇઝેશન (ઇસરો) દ્વારા બનાવવામાં આવેલા GSAT-24 એ એક કમ્યુનિકેશન સૅટેલાઇટ છે, જેનું વજન ૪૧૮૦ કિલો છે. ઇસરોની કમર્શિયલ બ્રાન્ચ એનએસઆઇએલે જણાવ્યું હતું કે ‘૨૩ જૂને ન્યુ સ્પેસ ઇન્ડિયા લિમિટેડે ફ્રેન્ચ ગુયેના (સાઉથ અમેરિકા)માંથી યુરોપિયન હેવી-લિફ્ટ સ્પેસ લૉન્ચ વ્હીકલ એરિયન-5 દ્વારા કમ્યુનિકેશન સૅટેલાઇટ GSAT-24ને સફળતાપૂર્વક લૉન્ચ કર્યો હતો.’ એરિયન-5ને ફ્રેન્ચ કંપની એરિયન સ્પેસ દ્વારા ઑપરેટ કરવામાં આવે છે. 

national news isro