midday

૨૦૩૦ સુધીમાં ૫૦ ટકા ભારતીયો મિડલ ક્લાસમાં આવી જશે

14 April, 2025 08:55 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

નવી શિક્ષણનીતિ વધુ ને વધુ ભારતીયોને શિક્ષિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ઇમર્જિંગ મિડલ ક્લાસનાં બાળકો વધારે શિક્ષણ મેળવી રહ્યાં છે
પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

કલ્ચરલ સ્ટ્રેટૅજી ફર્મ ફોક ફ્રીક્વન્સીના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં મોટું સામાજિક-આર્થિક પરિવર્તન થઈ રહ્યું છે અને ૨૦૩૦ સુધીમાં ૫૦ ટકા ભારતીયો મિડલ ક્લાસમાં આવી જશે. ગ્રામીણ અને ટિયર-ટૂ વિસ્તારોમાં શિક્ષણ અને ડિજિટલ ટ્રાન્સફૉર્મેશનને કારણે આ શક્ય બનશે. કૅઝ્‍યુઅલ ડાઇનિંગમાં પંચાવન ટકા અને ફાઇન ડાઇનિંગમાં ૪૯ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે એ દર્શાવે છે કે મૂળભૂત જરૂરિયાતો પૂર્ણ થવાથી લોકો હવે વધારે ખર્ચ કરી રહ્યા છે. આ પરિવર્તનમાં શિક્ષણ મહત્ત્વનો ભાગ ભજવી રહ્યું છે. નવી શિક્ષણનીતિ વધુ ને વધુ ભારતીયોને શિક્ષિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ઇમર્જિંગ મિડલ ક્લાસનાં બાળકો વધારે શિક્ષણ મેળવી રહ્યાં છે અને સારા પગારે નોકરી કરી રહ્યાં છે.

મહિલાઓ પણ આર્થિક શક્તિ તરીકે ઊભરી રહી છે. ભારતમાં મેડિકલ સ્ટુડન્ટ્સમાં અડધોઅડધ મહિલાઓ છે. આશરે ૧૪ ટકા બિઝનેસ મહિલાઓ દ્વારા સંચાલિત છે. મહિલાઓને કારણે જ લક્ઝરી સિંગલ મૉલ્ટના વેચાણમાં ૬૪ ટકાનો વધારો થયો છે. આને પગલે હવે મહિલાઓ માટે તૈયાર થતાં ઉત્પાદનોની જરૂરિયાત પર ભાર મુકાયો છે.

Education technology news life and style national news news