26 April, 2025 10:40 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે સ્પષ્ટ રીતે આતંકવાદીઓને શોધી-શોધીને મારવાની વાત કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આતંકવાદીઓને ધૂળમાં મિલાવવાના સ્પષ્ટ સંદેશ વચ્ચે ભારતીય સેના સંપૂર્ણ રીતે તૈયાર છે. આ સંદર્ભમાં શુક્રવારે સેનાપ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી શ્રીનગર પહોંચ્યા હતા, જ્યાં તેમણે પોતાના કમાન્ડરો સાથે સ્થિતિની સમીક્ષા કરી હતી એની તસવીરો સામે આવી છે. એમાં જનરલ દ્વિવેદી કમાન્ડરોની સાથે વાતચીત કરતા હોય છે ત્યારે ગીતાની તસવીર અને સંદેશ જોવા મળી રહ્યાં છે. આ તસવીરમાં ગીતા અને એનો સંદેશ બતાવવો કોઈ સંયોગ નથી. આ તસવીરમાં મહાભારતના યુદ્ધ સમયે અર્જુનને ભગવાન કૃષ્ણ તરફથી આપવામાં આવેલા સંદેશ છે.
દાવો કરાઈ રહ્યો છે કે ભારતે આતંકવાદી હુમલાનો જવાબ આપવાની તૈયારી કરી લીધી છે.