રવીન્દ્રનાથ ટાગોર અવારનવાર ડિપ્રેશનનો શિકાર બનતા હતા

29 December, 2011 05:31 AM IST  | 

રવીન્દ્રનાથ ટાગોર અવારનવાર ડિપ્રેશનનો શિકાર બનતા હતા

 

પ્રોફેસર સવ્યસાચી ભટ્ટાચાર્યે ‘રવીન્દ્રનાથ ટાગોર : ઍન ઇન્ટરપ્રિટેશન’ (રવીન્દ્રનાથ ટાગોર : એક અર્થઘટન) નામના પુસ્તકમાં જણાવ્યું છે કે ‘જાન્યુઆરી ૧૯૧૫માં ટાગોર નર્વસ બ્રેકડાઉનનો શિકાર બન્યા હતા. જોકે ફેબ્રુઆરી મહિનામાં ઉત્તર બંગાળમાં આવેલી પદ્મા નદીમાં એક બોટમાં બેઠા પછી તેઓ સાજા થઈ ગયા હોવાનો ખુદ ટાગોરે દાવો કર્યો હતો. ૧૯૧૩માં ટાગોરને તેમના કાવ્યસંગ્રહ ‘ગીતાંજલિ’ માટે નોબેલ પ્રાઇઝ મળ્યાના એક વર્ષ બાદ એટલે કે ૧૯૧૪માં તેઓ ડિપ્રેશનના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થયા હતા.’