ચીનના ૧૪.૫ કરોડ ટન ઉત્પાદનની સામે ભારત ૧૫.૦૧ કરોડ ટન ચોખાનું ઉત્પાદન કરીને નંબર વન બની ગયું

06 January, 2026 04:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતે ચીનને પાછળ રાખીને દુનિયાના સૌથી મોટા ચોખાના ઉત્પાદક તરીકે નંબર વન સ્થાન મેળવી લીધું છે. ગયા વર્ષે ભારતમાં કુલ ૧૫.૦૧ કરોડ ટન ચોખાનું ઉત્પાદન થયું છે. ઉત્પાદનનાં કેટલાંક ક્ષેત્રોમાં ભારત અને ચીન વચ્ચે સતત રેસ ચાલતી રહી છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

ભારતે ચીનને પાછળ રાખીને દુનિયાના સૌથી મોટા ચોખાના ઉત્પાદક તરીકે નંબર વન સ્થાન મેળવી લીધું છે. ગયા વર્ષે ભારતમાં કુલ ૧૫.૦૧ કરોડ ટન ચોખાનું ઉત્પાદન થયું છે. ઉત્પાદનનાં કેટલાંક ક્ષેત્રોમાં ભારત અને ચીન વચ્ચે સતત રેસ ચાલતી રહી છે. ભારત ઇચ્છે છે કે દુનિયામાં સપ્લાય-ચેઇનમાં મુખ્ય પ્લેયર ભારત બને. ચોખાના મામલે આ ઇચ્છા પૂરી થઈ છે અને ચીનને પછાડીને ભારત નંબર વન બની ગયું છે. કેન્દ્રીય કૃષિપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે પચીસ પ્રકારના પાકોની ૧૮૪ નવી જાતો બહાર પાડીને જાહેર કર્યું હતું કે ભારત ૧૫.૧૮ કરોડ ટન ચોખાના ઉત્પાદન સાથે દુનિયાનું નંબર વન ઉત્પાદક બની ગયું છે. ચીનનું વાર્ષિક ચોખાનું ઉત્પાદન ૧૪.૫ કરોડ ટન છે. એની સરખામણીએ ભારતમાં ચોખાનું ઉત્પાદન ૧૫.૦૧ કરોડ ટન પર પહોંચી ગયું છે.

હવે ભારત વિદેશી બજારોમાં ચોખાની એક્સપોર્ટ કરવામાં પણ આગળ વધી રહ્યું છે.

ભારતે  ચોખા ઉપરાંત ઘઉં, જુવાર, મકાઈ, દાળ, તલ જેવા પાકોમાં ૧૮૪ નવી જાતનો વિકાસ કરીને અન્ન-ઉત્પાદનમાં વધારો કર્યો છે. આ નવી જાતોથી ખેડૂતોને લાભ થશે કેમ કે એનાથી ઊંચી ગુણવત્તાની અને વધુ માત્રામાં ઊપજ મળશે.

china india food and drink food news indian food national news news