સપ્ટેમ્બરના અંત સુધીમા દેશમા કોરોનાની સંખ્યા 65 લાખને પાર જશે: ચિદમ્બરમ

06 September, 2020 11:08 AM IST  |  New Delhi | Agency

સપ્ટેમ્બરના અંત સુધીમા દેશમા કોરોનાની સંખ્યા 65 લાખને પાર જશે: ચિદમ્બરમ

પી. ચિદમ્બરમ

સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં દેશમાં કોરોના વાઇરસના કેસ ૬૫ લાખને આંબી જશે એવી આગાહી કરતાં ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કૉન્ગ્રેસના નેતા પી. ચિદમ્બરમે કેન્દ્રની બીજેપી સરકાર પર આકરા શાબ્દિક પ્રહાર કરતા આક્ષેપ કર્યો હતો કે દેશ લૉકડાઉનની રણનીતિના લાભ મેળવવામાં નિષ્ફળ રહી છે. દેશમાં ગઈ કાલે ૮૬,૪૩૨ નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ કુલ કેસનો આંકડો ૪૦ લાખને પાર કરી ગયો હતો. દેશમાં કોરોનાના કુલ કેસ ૪૦,૨૩,૧૭૯ થયા હતા. છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૮૯ લોકોનાં મોત થયાં હતાં. આ સાથે કુલ મૃત્યુ આંક ૬૯,૫૬૧ થયો હતો.

ચિદમ્બરમે ટ્વીટ કરી કહ્યું હતું કે મેં આગાહી કરી હતી કે દેશમાં ૩૦ સપ્ટેમ્બર સુધીમાં કોવિડ-19 સંક્રમિતોની સંખ્યા ૫૫ લાખને પાર કરી જશે. જોકે હું ખોટો પડ્યો છું અને ૫૫ લાખનો આંકડો તો ૨૦ સુધીમાં જ પહોંચી જવાશે અને ૨૦ સપ્ટેમ્બર સુધીમાં આ આંકડો ૬૫ લાખ કરતાં ઊંચો નોંધાશે.

વર્ષ ૨૦૨૧માં પણ કોરોના સંકટ યથાવત રહેશેઃ એઇમ્સ

ભારતમાં કોરોના મહામારીનો પ્રકોપ યથાવત છે. દેશમાં કોરોનાના કેસની કુલ સંખ્યા ૪૦ લાખને પાર કરી ગઈ છે. એઇમ્સના પ્રમુખ ડો. રણદીપ ગુલેરિયાનું આ મહામારી પર કહેવું છે કે, ભારતમાં કોરોના વાયરસનો કહેર ૨૦૨૧માં પણ જોવા મળશે. દિલ્હી સહિત દેશના કેટલાક ભાગમાં કોરોનાની બીજી લહેર આવવાની વાત પણ કહી.

ડો. રણદીપ ગુલેરિયા કેન્દ્ર સરકારની કોવિડ-૧૯ ટાસ્ટ ફોર્સના મહત્તવના સભ્ય પણ છે. એક અંગ્રેજી ન્યૂઝ ચેલને આપેલ ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે, “અમે એ નહીંકહી શકીએ કે મહામારીનો અંત ૨૦૨૧ સુધી નહીં આવે, પરંતુ એ જરૂરી કહી શકીએ કે ઝડપથી વધવાને બદેલ કર્વ ફ્લેટ થઈ ગયું છે. આગામી વર્ષની શરૂઆતમાં અમે એ કહેવાની સ્થિતિમાં હોવા જોઈએ કે આ મહામારી ખતમ થઈ રહી છે.”

p chidambaram national news coronavirus covid19 lockdown