ફ્રૉડને કારણે ભારતીય અર્થતંત્રને ૬૬૦૦ કરોડ રૂપિયાનું નુકસાન

02 November, 2012 05:29 AM IST  | 

ફ્રૉડને કારણે ભારતીય અર્થતંત્રને ૬૬૦૦ કરોડ રૂપિયાનું નુકસાન

અગ્રણી આંતરરાષ્ટ્રીય અકાઉન્ટિંગ કંપની અર્નેસ્ટ ઍન્ડ યંગના અહેવાલ મુજબ છેતરપિંડીની ઘટનાઓમાં સૌથી વધારે નુકસાન બૅન્કોને થયું છે. અહેવાલમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે છેતરપિંડીની ઘટનાઓમાં ૩૬ ટકાનો વધારો થયો છે. સંસ્થાએ આ ૧.૮૦ લાખથી વધારે સમાચાર અહેવાલોની સમીક્ષા કર્યા બાદ આ આંકડા રજૂ કર્યા હતા. ફ્રૉડને કારણે બૅન્કોને કુલ ૩૭૯૦ કરોડનું નુકસાન થયું છે. ૨૦૧૧-’૧૨ના આ અહેવાલ મુજબ દિલ્હીમાં છેતરપિંડીના સૌથી વધારે બનાવો નોંધાયા હતા. ફ્રૉડના ૭૯ ટકા કેસો એવા હતા કે જેમાં જે-તે સંસ્થાના મૅનેજમેન્ટના ઉચ્ચ અધિકારીઓ જ તેમાં સંડોવાયેલા હતા.