પુલવામા એટેકઃ પાકિસ્તાનના પ્રધાને કબૂલાત કરતા કહ્યું આ...

29 October, 2020 08:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પુલવામા એટેકઃ પાકિસ્તાનના પ્રધાને કબૂલાત કરતા કહ્યું આ...

ફાઈલ ફોટો

પાકિસ્તાનમાં ઇમરાન ખાન સરકારના પ્રધાન ફવાદ ચૌધરીએ સ્વીકાર્યું છે કે પુલવામામાં CRPF ના કાફલા પર થયેલા હુમલામાં પાકિસ્તાન નો હાથ હતો. 

તેણે કહ્યું કે, પુલવામા હુમલો એ પાકિસ્તાન ની સફળતા છે. ફવાદ ચૌધરીએ પુલવામા હુમલાનું શ્રેય ઇમરાન ખાનને જાય છે. વીડિયોમાં તે કહે છે કે,’ભારતમાં ઘુસીને માર્યા છે’.

14 ફેબ્રુઆરી 2019 ના રોજ જમ્મુ-કાશ્મીર ના પુલવામામાં CRPF ના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. એક આત્મઘાતી બોમ્બરએ વિસ્ફોટકોથી ભરેલી કારને CRPF ના કાફલામાં ધકેલી દીધી હતી. આ બ્લાસ્ટમાં 40 સૈનિકો શહીદ થઈ ગઈ હતી.

ફવાદ ચૌધરી પાકિસ્તાનના એ નેતા છે જે તેમના નિવેદનો માટે હાલ ચર્ચામાં છે. તેઓ ડર વખતે ભારત ને ધમકીઓ આપતા રહે છે અને છે મજાક ઉડાવે છે પરંતુ ઘણી વાર આજ ચક્કરમા તેમની જ બેઈજ્જતી થઈ જાય છે.

જમ્મુ-કાશ્મીર માંથી કલમ 370 હટાવ્યા બાદ તેણે ભારતને અનેક વખત ધમકી આપી છે. ફવાદે પણ ભારતને પરમાણુ યુદ્ધની ધમકી આપી હતી. તેમણે ચંદ્રયાન -2 ના ઉડ્ડયન પછી પણ વિવાદાસ્પદ ટ્વીટ કર્યું હતું. જો કે, તેમને પોતાના દેશમાં જ પોતાના દેશવાસીઓની ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.

ફવાદ ચૌધરી પહેલાં ખુલાસો કર્યો હતો કે ભારતીય વાયુસેનાના પાઇલટ અભિનંદન વર્ધમાન ને પકડ્યા બાદ ભારત પાકિસ્તાન પર હુમલો કરવા તૈયાર છે. એવી માહિતી શાસકોને હતી, અને તેમણે કબૂલાત કરી હતી કે તે સમયે પાકિસ્તાની સૈન્યના વડા જનરલ કમર જાવેદ બાજવાની હાલત ખરાબ હતી અને તેમના પગ ધ્રૂજતા હતા. તેમણે ડર હતો કે જો પાકિસ્તાન અભિનંદન વર્ધમાનને ન છોડત તો તેમના પર હુમલો થવાની સંભાવના હતી.

pakistan national news pulwama district