મિશન ‘ગગનયાન’ માટે ભારત તૈયાર, ૧૨ સંભિવત યાત્રીઓની પસંદગી થઈ

16 November, 2019 09:54 AM IST  |  Mumbai

મિશન ‘ગગનયાન’ માટે ભારત તૈયાર, ૧૨ સંભિવત યાત્રીઓની પસંદગી થઈ

પ્રતિકાત્મક તસવીર

ભારતના અંતરીક્ષમાં પહેલા માનવમિશન ‘ગગનયાન’ માટે ૧૨ સંભવિત યાત્રીઓની પસંદગી કરવામાં આવી છે. વાયુસેનાના પ્રમુખ ઍર માર્શલ આરકેએસ ભદોરિયાએ કહ્યું કે ઇસરોના પહેલા માનવમિશન ગગનયાન માટે અંતરીક્ષ યાત્રીઓની પસંદગી ઑફિશ્યલ રીતે કરવામાં આવી છે.
બૅન્ગલોરમાં યોજાયેલા ઇન્ડિયન સોસાયટી ફૉર ઍરોસ્પેસ મેડિસિનના ૫૮મા વાર્ષિક સંમેલનના ઉદ્‍ઘાટન સત્રને સંબોધિત કરતાં ઍર ચીફ માર્શલે કહ્યું કે અંતરીક્ષયાત્રીઓની પસંદગીપ્રક્રિયા ચાલુ છે. મારું માનવું છે કે આ એકદમ પ્રોફેશનલ રીતે કરવામાં આવશે. ભારતીય વાયુસેનાની ભૂમિકા વિશે ભદૌરિયાએ જણાવ્યું કે ટીમ-ઇસરો સાથે કો-ઑપરેટ કરી રહી છે અને અંતરીક્ષ યાનની ડિઝાઇન અને પાસાંઓને જોઈ રહી છે.
સંમેલન સંબોધિત કરતાં વાયુસેનાના ચિકિત્સા સર્વિસના મહાનિયામક ઍર માર્શલ એમએસ બુટાલાએ જણાવ્યું કે ગગનયાત્રીઓની પસંદગીનો પહેલો તબક્કો પૂરો થઈ ગયો છે અને સંભવિત અંતરીક્ષયાત્રીઓ માટે વાયુસેનાના પસંદ કરાયેલા દળના સભ્યોની રશિયામાં તાલીમ પૂરી થઈ ગઈ છે.
વાયુસેનાના અધિકારીએ જણાવ્યા પ્રમાણે બળના ૧૨ લોકોને ગગનયાન પરિયોજના માટે સંભવિત યાત્રીઓ તરીકે પસંદ કરાયા છે અને એમાંથી ૭ પ્રશિક્ષણ માટે તેઓ રશિયા ગયા છે. નામ જાહેર ન કરવાની શરતે એક અધિકારીએ કહ્યું કે રશિયા ગયેલા ૭ સંભવિત અંતરીક્ષયાત્રીઓ પાછા આવ્યા હતા.
પહેલા તબક્કામાં ગગનયાન પરિયોજના માટે ૧૨ અતંરીક્ષયાત્રીઓની પસંદગી કરાઈ છે અને એમાંથી ચારને ફાઇનલ પસંદ કરવામાં આવશે. પરિયોજનાને લૉન્ચ કરતી વખતે એક અથવા બે ગગનયાત્રીઓને મિશન માટે પસંદ કરાશે. ગગનયાન ભારતનું પહેલું માનવ અંતરીક્ષ મિશન છે જે ઇસરો દ્વારા ડિસેમ્બર ૨૦૨૧ સુધી લૉન્ચ કરવાનું લક્ષ્ય છે.

isro national news