ભારત મારો એક ભાગ છે અને એ મારી સાથે રહે છે : સુંદર પિચાઈ

04 December, 2022 10:26 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ભારતીય-અમેરિકન પિચાઈને વેપાર અને ઉદ્યોગની કૅટેગરીમાં આ વર્ષ માટેનો પદ્મભૂષણ એનાયત કરવામાં આવ્યો છે.

અમેરિકા ખાતે ભારતના રાજદૂત તરણજિત સિંહ સંધુ પાસેથી પ્રતિષ્ઠિત પદ્‍મભૂષણ અવૉર્ડ સ્વીકારતા ગૂગલ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈ.

વૉશિંગ્ટન : ‘ભારત મારો એક ભાગ છે અને હું જ્યાં પણ જાઉં છું ત્યાં એ મારી સાથે રહે છે.’ અમેરિકા ખાતે ભારતના રાજદૂત તરણજિત સિંહ સંધુ પાસેથી પ્રતિષ્ઠિત પદ્‍મભૂષણ અવૉર્ડ સ્વીકારતાં ગૂગલ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈએ આમ જણાવ્યું હતું.
ભારતીય-અમેરિકન પિચાઈને વેપાર અને ઉદ્યોગની કૅટેગરીમાં આ વર્ષ માટેનો પદ્મભૂષણ એનાયત કરવામાં આવ્યો છે. શુક્રવારે
સૅન ફ્રાન્સિસ્કોમાં તેમના પરિવારજનોની હાજરીમાં તેમને ભારતનો આ અવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

national news google sundar pichai