આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ 31 જુલાઇ સુધી લંબાવાયું

03 July, 2020 06:04 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ 31 જુલાઇ સુધી લંબાવાયું

પ્રતીકાત્મક તસવીર

ભારતે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ 31 જુલાઇ સુધી લંબાવી દીધું છે. કેન્દ્ર સરકારે કોરોનાવાયરસ મહામારીને અટકાવવા માટે લાગૂ પાડવામાં આવેલા લૉકડાઉનને અનલૉક કરવાની પ્રક્રિયા હેઠળ અનેક પગલાં લઈ રહી છે પણ હજી આંતરરાષ્ટ્રીય ઉડ્ડાણ મામલે પ્રતિબંધ જળવાયેલું છે. ડીજીસીએએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય ઉડ્ડાણ પરનું પ્રતિબંધ 31 જુલાઇ સુધી લંબાવવામાં આવ્યું છે. જો કે, આ દરમિયાન ફક્ત ડીજીસીએ દ્વારા અનુમતિ પ્રાપ્ત ફ્લાઇટ્સને જ ઉડવાની પરવાનગી રહેશે.

ડીજીસીએ પ્રમાણે, "જો કે, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને અમુખ ખાસ રૂટ અને ખાસ મામલે જ પરવાનગી આપવામાં આવશે." ડીજીસીએએ 26 જૂનના કહ્યું હતું કે આંતર રાષ્ટ્રીય ઉડ્ડાણો પર 15 જુલાઇ સુધી પ્રતિબંધ છે જો કે સરકારે આને લંબાવવાનો નિર્ણય લીધો છે. ઍર ઇન્ડિયા અને અન્ય ઘરગથ્થૂ ફ્લાઇટ્સ ઍરલાઇન્સ વંદે ભારત મિશન હેઠળ આંતરરાષ્ટ્રીય ઉડ્ડાણો ભરી રહી છે. જેની શરૂઆત 6 મેથી કરવામાં આવી હતી. દેશમાં ઘરગથ્થૂ ઉડ્ડાણોની શરૂઆત 25 મેથી થઈ હતી.

ઘરગથ્થૂ ઉડ્ડાણોમાં સુરક્ષા અને સોશિયલ ડિસ્ટેન્સિંગ ગાઇડલાઇનનું કડકાઇથી પાલન કરવામાં આવી રહ્યું છે. ભારતમાં કોરોનાના કેસ 6,25,544 સુધી પહોંચી ગયા છે. મહામારીને કારણે મરણાંક 18,213 પર પહોંચ્યો છે. જો કે, 3,79,892 લોકો આ બીમારીને માત આપવામાં સફળ પણ રહ્યા છે. કોરોના સામે રિકવરી રેટ 60.72 ટકા છે. દેશમાં કોરોનાના 2,27,439 એક્ટિવ કેસ છે. મહારાષ્ટ્ર, તામિલનાડુ, દિલ્હી, ગુજરાત, યૂપી, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનમાં ક્રમશઃ કોરોનાના કેસ સૌથી વધારે છે.

national news international news lockdown