આવા યોગવીર હોય તો મેડલોનો ઢગલો જ થાયને

30 April, 2025 06:57 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

બીજી એશિયન યોગાસન સ્પોર્ટ્‍સ ચૅમ્પિયનશિપમાં ભારતીયો જીત્યા ૮૩ ગોલ્ડ, ૩ સિલ્વર અને ૧ બ્રૉન્ઝ મેડલ

યોગવીરો

વિશ્વભરને યોગ જેવા પૌરાણિક વિજ્ઞાનની દેન આપનાર ભારત યોગવીરોનો અખૂટ ભંડાર ધરાવે છે એ વાત તાજેતરમાં યોજાયેલી એશિયન યોગાસન સ્પોર્ટ્સ ચૅમ્પિયનશિપમાં સાબિત થઈ ગઈ છે. આ ચૅમ્પિયનશિપની બીજી સીઝન હતી. દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્પોર્ટ્‌‌સ કૉમ્પ્લેક્સમાં યોજાયેલી આ ચૅમ્પિયનશપિમાં ૨૧ દેશોએ ભાગ લીધો હતો. ભારતે એમાં ૮૩ ગોલ્ડ મેડલ, ૩ સિલ્વર મેડલ અને ૧ બ્રૉન્ઝ મેડલ સાથે સૌથી વધુ મેડલ્સ મેળવ્યા હતા. ૩ ગોલ્ડ, ૩ સિલ્વર અને ૪ બ્રૉન્ઝ સાથે જપાન બીજા નંબરે રહ્યું હતું. ત્રીજા નંબરે મૉન્ગોલિયાએ ૧ ગોલ્ડ, ૧૧ સિલ્વર અને ૬ બ્રૉન્ઝ મેડલ મેળવ્યા હતા; જ્યારે ૧ ગોલ્ડ, ૩ સિલ્વર અને ૭ બ્રૉન્ઝ સાથે ઓમાન ચોથા નંબરે તેમ જ  ૨૭ સિલ્વર અને ૧૨ બ્રૉન્ઝ સાથે નેપાલ પાંચમા ક્રમે રહ્યું હતું. શારીરિક ફ્લેક્સિબિલિટી, પોઝ અને ટેક્નિક્સની બાબતમાં ભારતના આર્ટિસ્ટિક યોગવીરોના કૌશલ્યથી વિશ્વભરના યોગનિષ્ણાતો અચંબિત થઈ ગયા છે.

national news india yoga international yoga day delhi news