દેશમાં કોરોનાના ફક્ત 2 ટકા એક્ટિવ કેસ, છેલ્લા 24 કલાકમાં 15,158 કેસ

16 January, 2021 10:01 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

દેશમાં કોરોનાના ફક્ત 2 ટકા એક્ટિવ કેસ, છેલ્લા 24 કલાકમાં 15,158 કેસ

પ્રતીકાત્મક તસવીર

દેશમાં આજથી કોરોના રસીકરણ શરૂ થવા જઈ રહ્યું છે. આ દરમિયાન દેશમાં કોરોના રોગચાળાની હાલતમાં સતત સુધારો થઈ રહ્યો છે. ભારતની વાત કરીએ તો અહીં કોરોનાના ફક્ત બે ટકા એક્ટિવ કેસ જ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના તાજેતરના આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 15,158 નવા કેસ નોંધાયા છે. આ સમય દરમિયાન કોરોનાથી 175 લોકોનાં મોત નીપજ્યાં છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં કોરોનાના કુલ 1 કરોડ 5 લાખ 42 હજાર 841 કેસ નોંધાયા છે. જોકે આ 1 કરોડ 1 લાખ 79 હજાર 715 લોકો સાજા થઈ ગયા છે. દેશમાં કોરોનાના એક્ટિવવ કેસની વાત કરીએ તો હવે ફક્ત 2 લાખ 11 હજાર 33 એક્ટિવ કેસ બાકી છે. દેશમાં કોરોનાથી મૃત્યુની સંખ્યા 1 લાખ 52 હજડાર 93 સુધી પહોંચી ગઈ છે.

coronavirus covid19 new delhi national news