કોરોનાએ તોડ્યા બધા રેકૉર્ડ્સ, સંક્રમિતોની સંખ્યા 35 લાખ પાર, જાણો વિગતો

30 August, 2020 11:20 AM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

કોરોનાએ તોડ્યા બધા રેકૉર્ડ્સ, સંક્રમિતોની સંખ્યા 35 લાખ પાર, જાણો વિગતો

કોરોનાવાયરસનો રેકૉર્ડ આંકડો

ભારત સહિત વિશ્વભરના 180થી વધારે દેશોમાં કોરોનાવાયરસ(Coronavirus)નો આતંક જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી 2.49 કરોડથી વધારે લોકો આ સંક્રમણની ચપેટમાં આવી ગયા છે. આ વાયરસને કારણે 8.42 લાખથી વધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ભારત(India)માં પણ કોરોનાવાયરસ(Coronavirus0ના કેસ દરરોજ વધી રહ્યા છે. દેશમાં કોરોના(Covid-19 Positive cases)ના કેસ 35 લાખ પાર થઈ ગયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રવિવારે સવારે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 35,42,733 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં શનિવારે સવારે 8 વાગ્યાથી રવિવારે સવારે 8 વાગ્યા સુધી) કોરોનાના 78,761 નવા કેસ સામે આવ્યા છે. આ એક દિવસમાં સામે આવનારા આંકડાની સૌથી વધુ સંખ્યા છે.

આ દરમિયાન દેશમાં 948 કોરોના સંક્રમિતોના નિધન થયા છે. 27,13,933 દર્દીઓ સ્વસ્થ થયા છે અને અત્યાર સુધી 63,498 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. રિકવરી રેટની વાત કરીએ તો આ સામાન્ય વધારા સાથે 76.6 ટકાએ પહોંચ્યો છે. પૉઝિટિવિટી રેટ 7.46 ટકા છે. 29 ઑગસ્ટના 10,55,027 કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી કુલ 4,14,61,636 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

કોરોનાનો ડેથ રેટ 1.79 ટકા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 64,935 દર્દીઓ સ્વસ્થ થયા છે. દેશમાં 7,65,302 એક્ટિવ કેસ છે. દેશના લગભગ દરેક રાજ્યમાંથી કોરોના સંક્રમિતોના આંકડા સામે આવી રહ્યા છે. કેટલાક રાજ્ય એવા પણ છે જે, આ મહામારીથી મુક્ત થઈ ગયા હતા પણ પ્રવાસીઓના રાજ્યમાં દાખલ થવાથી તેઓ સંક્રમણની ચપેટમાં આવી ગયા. કોરોના કેસને કારણે આર્થિક ગતિવિધિઓ પર પડેલા અસરને ઘટાડવા માટે કેન્દ્ર સરકારે 1 સપ્ટેમ્બરતી શરૂ થતાં અનલૉક 4ની ગાઇડલાઇન્સ જાહેર કરી દીધી છે.

national news coronavirus covid19