Covid-19 : દેશમાં 93 ટકા કોરોના દર્દી થયા સ્વસ્થ, 24 કલાકમાં 501 મોત

22 November, 2020 12:16 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Covid-19 : દેશમાં 93 ટકા કોરોના દર્દી થયા સ્વસ્થ, 24 કલાકમાં 501 મોત

Covid-19 : દેશમાં 93 ટકા કોરોના દર્દી થયા સ્વસ્થ, 24 કલાકમાં 501 મોત

ભારતમાં કોરોના વાયરસના એક દિવસમાં 45 હજારથી વધારે નવા કેસ સામે આવ્યા છે. આની સાથે જ સંક્રમણના કુલ કેસની સંખ્યા લગભગ 91 લાખ થઈ ગઈ છે. તો મહામારી સામે લડીને સ્વસ્થ થનારા લોકોની સંખ્યા પણ વધીને 85 લાખ થઈ ગઈ છે. સ્વસ્થ થનારા લોકોની ટકાવારી હવે 93.6 ટકા પહોંચી ગઈ છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સવારે આઠ વાગ્યે જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કુલ 90 લાખ 95 હજાર 807 કેસ થઈ ગયા છે. 24 કલાકની અંદર સંક્રમણથી 501 લોકોના નિધન થયા છે જેને કારણે મરણાંક વધીને એક લાખ 33 હજાર 227 થઈ ગઈ છે. કોરોના વાયરસના સંક્રમણથી મૃત્યુ પામનાર લોકોની ટકાવારી ઘટીને 1.46 થઈ ગઈ છે.

આંકડાઓ પ્રમાણે દેશમાં કોરોનાવાયરસથી સંક્રમિત 4 લાખ 40 હજાર લોકોની સારવાર થઈ રહી છે, જે સંક્રમણના કુલ કેસ 4.92 ટકા છે. ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ પ્રમાણે 21 નવેમ્બર સુધી 13 કરોડ 17 લાખ 33 હજાર 134 સેમ્પલની કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી, જેમાંથી 10 લાખ 75 હજાર 326 નમૂનાઓની તપાસ શનિવારે થઈ.

national news coronavirus covid19