સરહદે શા માટે તાબડતોબ MARCOS કમાન્ડો કરાયા તૈનાત?

28 November, 2020 08:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સરહદે શા માટે તાબડતોબ MARCOS કમાન્ડો કરાયા તૈનાત?

તસવીર સૌજન્યઃ જાગરણ

ચીન અને ભારત વચ્ચેના પૂર્વ લદાખમાં સરહદ પર ચાલી રહેલા તણાવમાં પેન્ગોંગ લેક પાસે ભારતીય નેવીના માર્કોસ(MARCOS) કમાન્ડોને તૈનાત કરવામાં આવ્યા છે. સરહદ પર ચીન સાથે થયેલા ઘર્ષણ બાદ અહીં ઈન્ડિયન એરફોર્સના ગરૂડ અને ઈન્ડિયન આર્મીના પેરા સ્પેશિયલ ફોર્સના કમાન્ડો પહેલેથી જ તૈનાત છે. હવે નેવીના મરીન કમાન્ડોઝ પણ બોર્ડર પર તૈનાત કરી દેવાયા છે.

પેન્ગોંગ લેકમાં માર્કોઝ કમાન્ડોની તૈનાતીથી દુશ્મનોના મનસૂબા નિષ્ફળ બનાવવામાં સરળતા રહેશે અને ચીન પર દબાણ વધશે. મરીન કમાન્ડોની તૈનાતી સાથે ઈન્ડિયન એરફોર્સ, ઈન્ડિયન આર્મી અને ઈન્ડિયન નેવીની તાકાતમાં વધારો થશે. સરકારી સૂત્રોએ જણાવ્યં કે મરીન કમાન્ડોની તૈનાતીનો હેતુ ત્રણેય સેવાઓના એકીકરણને વધારવા અને અત્યંત ઠંડી ઋતુમાં નેવીના કમાન્ડોને એક્સપોઝર પ્રદાન કરવાનો છે. મળતી માહિતી મુજબ માર્કોસને પેન્ગોગ લેક ક્ષેત્રમાં તૈનાત કરાયા છે. જ્યાં ભારતીય અને ચીની સેના આ વર્ષ એપ્રિલ-મે બાદથી સતત સંઘર્ષની સ્થિતિમાં છે. નેવીના આ કમાન્ડોને નવી બોટ મળશે જેનાથી તેમને પેન્ગોંગ લેકમાં કોઈ પણ પ્રકારના ઓપરેશનમાં સરળતા રહેશે.

છેલ્લા કેટલાક દિવસોથી ભારતીય વાયુસેનાના ગરુડ સ્પેશિયલ ફોર્સને વાસ્તવિક નિયંત્રણ રેખાની હિલ્ટન ટોપ પર ખસેડવામાં આવ્યા છે. LAC પર આ ઊંચાણવાળી જગ્યા પર દુશ્મન દેશના વિમાન જે ભારતીય હવાઈ અંતરિક્ષનો ભંગ કરવાની કોશિશ કરી શકે છે. આથી આ વાયસેના કમાન્ડોને તૈનાત કરાયા છે. મરીનના કમાન્ડો ખુબ જ ખતરનાક ટ્રેનિંગ બાદ તૈયાર થાય છે. કહેવાય છે કે જ્યારે એક હજાર જવાનો અરજી કરે છે ત્યારે તેમાંથી કોઈ એક માર્કોઝ કમાન્ડો બની શકે છે.

 

national news china ladakh