વાયુસેનાની શક્તિ વધારશે 83 તેજસ વિમાન, 48 હજાર કરોડની ડીલને સ્વીકૃતિ

13 January, 2021 06:25 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

વાયુસેનાની શક્તિ વધારશે 83 તેજસ વિમાન, 48 હજાર કરોડની ડીલને સ્વીકૃતિ

તસવીર સૌજન્ય જાગરણ

સીમા પર ચીન અને પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી કેબિનેટ કમિટી ઑફ સિક્યોરિટીએ(CCS) 83 હલ્કા લડાખૂ વિમાન તેજસની ખરીદીને પરવાનગી આપી દીધી છે. આમાં ભારતીય વાયુસેના માટે 73 હલ્કા લડાખૂ વિમાન તેજસ Mk-1A તથા 10 તેજસ Mk-1 વિમાનની ખરીદીને પરવાનગી આપવામાં આવી છે. આમાં લગભગ 48 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે. તેજસ ચોથી પેઢીના સુપરસોનિક લડાખૂ વિમાનોના સમૂહમાં સૌથી હલ્કુ અને નાનું વિમાન છે. તેજસ હલ્કા હોવાની સાથે ઝડપથી દુશ્મનને છકાવવામાં સક્ષમ છે. આ ડીલ ભારતીય રક્ષા વિનિર્માણમાં આત્મનિર્ભરતા માટે એક ગેમ ચેન્જર હશે. આ માહિતી રક્ષા મંત્રી રાજનાથ સિંહે આપી. સરકારના આ પગલાથી ભારતીય વાયુસેના વધુ મજબૂત બનશે.

તેજસ સ્વદેશી ચોથી પેઢીનું ટેલલેસ કમ્પાઉન્ડ ડેલ્ટા વિંગ વિમાન છે. આ ફ્લાય બાર વાયર ફ્લાઇટ કન્ટ્રોલ સિસ્ટમ, ઇન્ટીગ્રેટેડ ડિજિટલ એવિયોનિક્સ, મલ્ટીમૉડ રડારથી લેસ લડાખૂ વિમાન છે અને આની સંરચના કમ્પૉઝિટ મટિરિયલથી બનેલી છે.

જણાવવાનું કે હલ્કા લડાખૂ વિમાન (LCA)તેજસને ભારતીય વાયુ સેના દ્વારા પશ્ચિમી સીમા પર પાકિસ્તાન સીમાની નજીક તૈનાત કરવામાં આવ્યા છે, જેથી ત્યાં થનારી કોઇપણ શક્ય કાર્યવાહી પર નિરીક્ષણ રાખી શકાય.

દક્ષિણી વાયુ કમાન હેઠળ સુલૂર ઍરબેઝથી બહાર પહેલા તેજસ સ્ક્વૉડ્રન '45 સ્ક્વૉડ્રન (ફ્લાઇંગ ડેગર્સ)'ને એક ઑપરેશનલ ભૂમિકામાં તૈનાત કરવામાં આવ્યા છે. જણાવવાનું કે વિમાનોનું પહેલું સ્ક્વૉડ્રન ઇનિશિયલ ઑપરેશનલ ક્લીયરેન્સ વર્ઝનનું છે, તો બીજું 18 સ્ક્વૉડ્રન 'ફ્લાઇંગ બુલેટ્સ' અંતિમ ઑપરેશનલ ક્લીયરેન્સનું વર્ઝન છે.

national news