કસબને ફાંસી અને દેશમાં હરખની હેલી, જુઓ તસવીરોમાં

22 November, 2012 06:18 AM IST  | 

કસબને ફાંસી અને દેશમાં હરખની હેલી, જુઓ તસવીરોમાં




ચર્ચગેટમાં આવેલી બીજેપીની ઑફિસની બહાર ગઈ કાલે કાર્યકર્તાઓ ઢોલ-નગારાં વગાડીને કસબની ફાંસીની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. (તસવીર : નેહા પારેખ, કૃણાલ ગોસ્વામી)



બીજેપીના નેતાઓએ મીઠાઈ વહેંચીને આનંદ વ્યક્ત કર્યો હતો. (તસવીર : નેહા પારેખ, કૃણાલ ગોસ્વામી)



ગઈ કાલે ગુજરાતભરમાં કસબની ફાંસીનું સેલિબ્રેશન થયું હતું. વડોદરામાં લોકોએ કસબને ફાંસી આપી હતી તો આજવા રોડ પર કસબના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું; જ્યારે જામનગર, રાજકોટ, ભાવનગર અને અમરેલીમાં ફટાકડા ફોડીને કસબની ફાંસીને વધાવવામાં આવી હતી. અમદાવાદમાં પણ ફટાકડા ફોડીને મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું.
તસવીર : ધર્મેશ પારેખ



પુણેની યેરવડા જેલની બહાર ભારતીય તિરંગા સાથે ખુશખુશાલ દેખાઈ રહેલા લોકો. (તસવીર : નેહા પારેખ, કૃણાલ ગોસ્વામી)