PoKમાં ભારતીય સેનાએ હૂમલો કર્યા હોવાના સમાચાર ખોટા

19 November, 2020 08:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

PoKમાં ભારતીય સેનાએ હૂમલો કર્યા હોવાના સમાચાર ખોટા

તસવીર સૌજન્યઃ એએનઆઈ

પાકિસ્તાન (Pakistan) અને ચીન (China) સાથેની સરહદ પર તંગદિલી વચ્ચે ભારતે PoKમાં એર સ્ટ્રાઇક કરી છે, એવા સમાચાર આવ્યા હતા.

પીઓકેમાં આવેલા આંતકવાદીઓના લૉન્ચ પેડ પર એર સ્ટ્રાઇક (Air Strike) કરી છે. સુરક્ષા સૂત્રોએ કહ્યું કે પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં લૉન્ચિંગ પેડ પર એરસ્ટ્રાઇક કરી છે. જોકે ભારતીય સેનાએ કહ્યું છે કે LoC પર આજે કોઈ ફાયરિંગ થઈ નથી. ઈન્ડિયન આર્મીના મિલેટરી ઓપરેશન્સના ડાયરેક્ટર જનરલ લેફટન્ટ જનરલ પરમજીત સિંહ (Lt Gen Paramjit Singh)એ કહ્યું કે, પીઓકેમાં ભારતીય સેનાએ હૂમલો કર્યા હોવાના સમાચાર ખોટા છે.

સૂત્રોનું કહેવુ હતું કે, પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં અશાંતિ ફેલાવવાના ઉદ્દેશથી વૈશ્વિક આતંકવાદ વિરોધી એફએટીએફથી તપાસથી બચવા અને એજ સમયે આતંકનું સમર્થન કરવાની વચ્ચે એક સારું સંતુલન બાંધવાનો પ્રત્યન કર્યો છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી બૉર્ડર પર આતંકવાદી ગતિવિધિઓ અને પાકિસ્તાન તરફથી સીઝ ફાયર ઉલ્લંઘનની ઘટનાઓ વધી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હવે ભારતીય સેનાએ પીઓકેમાં આતંકવાદી અડ્ડાઓ પર પિનપોઇન્ટ સ્ટ્રાઇક કરી છે.

પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં અશાંતિ ફેલાવવાના ઉદ્દેશથી વૈશ્વિક આતંકવાદ વિરોધી એફએટીએફથી તપાસથી બચવા અને એજ સમયે આતંકનું સમર્થન કરવાની વચ્ચે એક સારું સંતુલન બાંધવાનો પ્રત્યન કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરમાં 4 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. ચારેય આતંકીઓ ટ્રકમાં ગોળા-બારુદ લઈને જમ્મુથી શ્રીનગર જઈ રહ્યા હતા. સેનાને આ આતંકીઓની માહિતી મળતા જ નગરોટામાં આવેલા ટોલ પ્લાઝા પર તેમને રોકવામાં આવ્યા હતા. સેનાએ આંતકીઓને સરન્ડર કરવા કહ્યું હતું, પરંતુ તેઓ માન્યા નહોતા.

indian army pakistan national news