વિદેશોમાં બ્લૅક મની : ચીન અને રશિયા બાદ ભારત ત્રીજા સ્થાને

17 December, 2014 06:37 AM IST  | 

વિદેશોમાં બ્લૅક મની : ચીન અને રશિયા બાદ ભારત ત્રીજા સ્થાને

અમેરિકી થિન્ક-ટૅન્કના જણાવ્યા પ્રમાણે વિદેશોમાં જમા થતાં બ્લૅક મનીના મામલે ભારત દુનિયામાં ત્રીજા નંબરે છે અને ૨૦૧૨ સુધીમાં ભારતીયોના કુલ ૯૪.૭૬ મિલ્યન અમેરિકન ડૉલર (આશરે છ લાખ કરોડ રૂપિયા) બ્લૅક મની વિદેશોમાં જમાં હતાં. ગ્લોબલ ફાઇનૅન્શિયલ ઇન્ટેગ્રિટીના રિપોર્ટ પ્રમાણે ૨૦૦૩થી ૨૦૧૨ વચ્ચે ભારતીયોના કુલ ૪૩૯.૫૯ બિલ્યન અમેરિકન ડૉલર (આશરે ૨૮ લાખ કરોડ રૂપિયા) કાળું નાણું વિદેશી બૅન્કોમાં જમા થયું હતું. આ યાદીમાં ચીન ૨૪૯.૫૭ બિલ્યન અમેરિકન ડૉલર બ્લૅક મની સાથે દુનિયામાં અવલ અને ૧૨૨.૮૬ બિલ્યન અમેરિકન ડૉલર સાથે રશિયા બીજા નંબરે છે.