73 કિ.મીનું સ્કેટિંગ કરનાર પિતા-પુત્રોની ત્રિપુટીને લિમકા બુકમાં સ્થાન

17 August, 2019 09:45 AM IST  | 

73 કિ.મીનું સ્કેટિંગ કરનાર પિતા-પુત્રોની ત્રિપુટીને લિમકા બુકમાં સ્થાન

કોઈ પણ નવો રેકૉર્ડ બનાવો એટલે એની નોંધ વર્લ્ડ રેકૉર્ડ બુક, લિમકા બુક, ગિનેસ બુક કે પછી એશિયા બુકમાં કરવામાં આવે છે. બારડોલીના સાહસિક યુવાન સાગર ઠાકરનું નામ આ દરેક રેકૉર્ડ બુકમાં જોવા મળશે. અનોખો રેકૉર્ડ સર્જ્યા બાદ સાગર ઠાકરે ૭૩મા સ્વાતંત્ર્યદિવસની ઉજવણી અનોખી રીતે કરતાં એક નવો રેકૉર્ડ નોંધાવ્યો હતો.

સાગરે પોતાના બન્ને પુત્ર રિધાન અને રુદ્રાક્ષ સાથે મળીને ૨૪ કલાકમાં ૭૩ કિલોમીટરનું અંતર સ્કેટિંગ કરીને કાપ્યું હતું અને આ પિતા-પુત્રની ત્રિપુટીએ નવા રેકૉર્ડનું સર્જન કરી લિમકા બુકમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. આજના યુગમાં બાળકોમાં મોબાઇલ અને ટૅબ્લેટનો ઉપયોગ ઘણો વધી ગયો છે, જેના કારણે બાળકો બાહ્ય દુનિયાને ભૂલી રહ્યાં છે અને બાળકોમાં સાહસનું પ્રમાણ ઘટી રહ્યું છે. તો પોતાનાં બાળકોમાં સાહસનું પ્રમાણ વધે અને બાહ્ય દુનિયાનો આનંદ મેળવી શકે એવા હેતુથી સાગર ઠાકર પોતાનાં ૯ અને ૬ વર્ષનાં બાળકો સાથે સ્કેટિંગ રેકૉર્ડ બનાવવા નીકળ્યા હતા અને બન્ને બાળકોએ પણ આ સાહસ કરતાં-કરતાં ખૂબ આનંદ માણ્યો હતો.

આ પણ વાંચો: મૃતકોને કાગળની સંપત્તિ ઑફર કરવાની અનોખી ઊજવણી

પિતા-પુત્રની આ ત્રિપુટીએ રેકૉર્ડની શરૂઆત ૧૫ ઑગસ્ટે તાપી જિલ્લાના વ્યારાથી કરી હતી અને વ્યારાથી સોનગઢ થઈ ભારતના આઝાદીનાં ૭૩ વર્ષ જેટલા ૭૩ કિલોમીટરનું અંતર સ્કેટિંગ પર કાપી બારડોલી પહોંચી રેકૉર્ડ પોતાના નામે નોંધાવ્યો હતો. આ રેકૉર્ડ નોંધાવ્યા બાદ પોતાના વતન પરત ફરેલા પિતા-પુત્રની આ સાહસિક કામગીરીને ગ્રામજનોએ બિરદાવી હતી અને ઉત્સાહપૂર્વક તેમનું સ્વાગત કર્યું હતું.

gujarati mid-day limca book of records