મહિલાઓની ‍વિરુદ્ધ ઘરેલુ અને શારીરિક-​હિંસામાં વધારો

26 November, 2021 12:20 PM IST  |  New Delhi | Agency

આ સર્વે ૨૦૧૯થી ૨૦૨૧ દરમિયાન બે તબક્કામાં કરવામાં આવ્યો હતો જેમાં દેશમાં ૭૦૭ જિલ્લામાંથી ૬,૫૦,૦૦૦ પરિવારોને કવર કરવામાં આવ્યા હતા.

પ્રતીકાત્મક તસવીર

ભારતમાં મહિલાઓની વિરુદ્ધ ઘરેલુ અને શારીરિક-હિંસામાં વધારો થયો છે. નૅશનલ ફૅમિલી હેલ્થ સર્વેમાં આ વાત બહાર આવી છે. આ સર્વે અનુસાર દેશમાં પાંચ રાજ્યોમાં ૩૦ ટકાથી વધારે મહિલાઓએ શારીરિક અને ઘરેલુ-હિંસાનો સામનો કરવો પડ્યો છે. આ પાંચ રાજ્યોમાં કર્ણાટક, આસામ, મિઝોરમ, તેલંગણા અને બિહારનો સમાવેશ થાય છે. ૧૮ વર્ષની ઉંમર સુધીમાં શારીરિક-હિંસાનો અનુભવ કરનારી યુવા મહિલાઓ (૧૮થી ૨૯ વર્ષ)ની ટકાવારી ૯ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વધી છે જેમાં આસામ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગોવા, મેઘાલય, પશ્ચિમ બંગાળ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનો સમાવેશ થાય છે.
આ સર્વે ૨૦૧૯થી ૨૦૨૧ દરમિયાન બે તબક્કામાં કરવામાં આવ્યો હતો જેમાં દેશમાં ૭૦૭ જિલ્લામાંથી ૬,૫૦,૦૦૦ પરિવારોને કવર કરવામાં આવ્યા હતા.

આ સર્વેમાં નોંધપાત્ર તારણો બહાર આવ્યાં

ભારતમાં હવે દર ૧૦૦૦ પુરુષોએ ૧૦૨૦ મહિલાઓ છે. દેશમાં પહેલી વખત રેકૉર્ડ બન્યો છે કે પુરુષોની સરખામણીમાં મહિલાઓની વસ્તી વધારે થઈ ગઈ છે.
ઇન્ડિયામાં ટોટલ ફર્ટિલિટી રેટ કે પ્રતિ મહિલા બાળકોની ઍવરેજ સંખ્યા હવે માત્ર બે છે જે આ પહેલાં ૨.૨ હતી.  
ચોથા રાઉન્ડ અને પાંચમા રાઉન્ડના સર્વે વચ્ચે નોંધપાત્ર પ્ર​ગતિ કરવામાં આવી છે. બૅન્ક અકાઉન્ટ્સ ઑપરેટ કરતી મહિલાઓની સંખ્યા ૫૩ ટકાથી વધીને ૭૯ ટકા થઈ છે.

national news