એક ઓટો ડ્રાઈવર અચાનક 1.6 કરોડના બંગ્લોમાં રહેવા લાગ્યો, જાણો કઈ રીતે?

08 May, 2019 09:49 AM IST  | 

એક ઓટો ડ્રાઈવર અચાનક 1.6 કરોડના બંગ્લોમાં રહેવા લાગ્યો, જાણો કઈ રીતે?

ઓટો ડ્રાઈવર અચાનક 1.6 કરોડના બંગ્લોમાં રહેવા લાગ્યો

બેંગ્લોરના એક રીક્ષા ડ્રાઈવર પર ઈનકમ ટેક્સ વિભાગની નજર પડી હતી. નજર એ સુધી પડી કે મામૂલી રીક્ષા ડ્રાઈવરના ઘરે ઈનકમ ટટેક્સ વિભાગે દરોડા પાડ્યા આવ્યા હતા. કારણ પણ કંઈક એવુ હતું જ કે આ ડ્રાઈવરભાઈના ઘરે દરોડા પડે. સામાન્ય રીક્ષા ચલાવતો આ ભાઈ અચાનક જ 1.6 કરોડના બંગ્લોમાં રહેવા જતા રહ્યા. બેંગ્લોરમાં સામાન્ય રીક્ષા ચલાવતા નલ્લૂરાલી સુબ્રમણિએ આ બંગ્લો વિશે જણાવતા કહ્યું હતું કે, આ બંગ્લો તેમણે ખરીદ્યો નથી પણ તેમને ગિફ્ટ આપવામાં આવ્યો છે ત્યારે ઈનકમ ટટેક્સ વિભાગ પણ અચંબામાં પડી ગયું હતું.

આ રીક્ષા ડ્રાઈવર બીજેપી ધારાસભ્ય અરવિંદ લિંબાવાલી સાથે જોડાયેલા છે જેના કારણે ઈનકમ ટેક્સ દ્વારા તેમની પુછતાછ પણ કરવામાં આવી હતી. જો કે તપાસમાં સ્પષ્ટ થયું છે કે, આ બંગ્લો અને અરવિંદ લિંબાવાલી સાથે કોઈ સંબંધ નથી. આ બંગ્લો તેમણે કરેલી મદદનું ફળ હતું જે તેમને 4 વર્ષ બાદ મળ્યું હતું.

સુબ્રમણિના કહેવા અનુસાર તેમને આ ઘર અમેરિકાની એક મહિલાએ ગીફ્ટ આપ્યું છે. આ 72 વર્ષીય મહિલા લારા ઈવિસન 2006માં બેંગ્લોર આવી હતી અને 2010 સુધી બેંગ્લોરમાં જ રોકાઈ હતી. સુબ્રમણિ આ મહિલાને ચાર વર્ષ સુધી સતત લેવા અને મુકવા જતો. આ વચ્ચે આ મહિલાને જાણવા મળ્યું કે સુબ્રમણિની આર્થિક સ્થિતિ ખરાબ છે અને આ મહિલાએ તેમને મદદ કરવાનો વાયદો કર્યો હતો. લારાએ ન માત્ર તેમને ઘર ગિફ્ટ આપ્યું હતું પરંતુ સુબ્રમણિના બાળકોના શિક્ષણનો ભાર પણ આ મહિલા જ ઉઠાવે છે.