સૂર્યપ્રકોપ: વિશ્વનાં સૌથી ૧૫ ગરમ સ્થળોમાં ૮ ભારતમાં

04 June, 2019 10:41 AM IST  |  દિલ્હી

સૂર્યપ્રકોપ: વિશ્વનાં સૌથી ૧૫ ગરમ સ્થળોમાં ૮ ભારતમાં

જળવાયુ પરિવર્તનને કારણે સમગ્ર વિશ્વમાં ગરમી ખતરનાક સ્તરે વધી રહી છે અને એમાંય ભારતમાં એની વ્યાપક અસર થઈ રહી છે. ભારતના મધ્ય અને ઉત્તરના ભાગમાં ગરમીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં વિશ્વમાં જે સૌથી ગરમ ૧૫ સ્થળો નોંધાયાં છે એમાંથી ૮ સ્થળ ભારતનાં છે, જ્યારે બાકીનાં સ્થળો પાકિસ્તાનમાં નોંધાયાં છે.

અહીં ઉલ્લેખનીય છે કે રાજસ્થાનના ચુરુમાં દેશનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે જણાવ્યા અનુસાર સોમવારે ચુરુમાં ૫૦.૩ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

ચુરુમાં હીટ વેવના ઍડ્વાયઝરી ઇશ્યુ કરવામાં આવ્યા છે અને સ્થાનિક હૉસ્પિટલોમાં ઇમર્જન્સી વૉર્ડ તૈયાર રાખવામાં આવ્યા છે; જેમાં એસી, કૂલર અને મેડિસીનની વ્યવસ્થા રાખવામાં આવી છે.

national news