છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 2 લાખ 68 હજારથી વધુ કેસ નોંધાયા

15 January, 2022 02:50 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

સક્રિય કેસ વધીને 14 લાખ 17 હજાર 820 થયા

પ્રતીકાત્મક તસવીર

દેશમાં જીવલેણ કોરોના વાયરસ રોગચાળાની ગતિ બેકાબૂ બની રહી છે. આ સાથે કોરોનાના સૌથી ખતરનાક વેરિયન્ટ ઓમિક્રોનના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના બે લાખ 68 હજાર 833 નવા કેસ નોંધાયા છે અને 402 લોકોનાં મોત થયા છે. તે જ સમયે કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના અત્યાર સુધીમાં 6041 કેસ નોંધાયા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ હવે 16.66% થઈ ગયો છે. મોટી વાત એ છે કે દેશમાં ગઈકાલ કરતાં 4,631 વધુ કેસ નોંધાયા છે, જ્યારે ગઈકાલે કોરોના વાયરસના 2,64,202 કેસ નોંધાયા હતા.

સક્રિય કેસ વધીને 14 લાખ 17 હજાર 820 થયા

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં હવે સક્રિય કેસની સંખ્યા વધીને 14 લાખ 17 હજાર 820 થઈ ગઈ છે. તે જ સમયે આ મહામારીને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 4 લાખ 85 હજાર 752 થઈ ગઈ છે. માહિતી અનુસાર, ગઈકાલે એક લાખ 22 હજાર 622 લોકો સાજા થયા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં 3 કરોડ 49 લાખ 47 હજાર 390 લોકોએ કોરોનાને માત આપી છે.

દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં એન્ટી-કોરોનાવાયરસ રસીના 156 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 58 લાખ 2 હજાર 976 ડોઝ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં રસીના 156 કરોડ 2 લાખ 51 હજાર 117 ડોઝ આપવામાં આવ્યા છે.

national news coronavirus