છેલ્લા 24 કલાકમાં 12,143 નોંધાયા કોરોનાના કેસ, 80 લાખ લોકોને આપી રસી

13 February, 2021 12:07 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

છેલ્લા 24 કલાકમાં 12,143 નોંધાયા કોરોનાના કેસ, 80 લાખ લોકોને આપી રસી

પ્રતીકાત્મક તસવીર

દરરોજની જેમ શનિવારે સવારે પણ કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયે કોરાના વાઈરસના કારણે દેશમાં સંક્રમણથી જોડાયેલા આંકડાઓ જાહેર કર્યા છે. એ મુજબ છેલલા 24 કલાકમાં કોવિડ-19 સંક્રમણના કુલ 12,143 નવા કેસ સામે આવ્યા છે અને 103 સંક્રમિતોનું મોત નીપજ્યું હતું. આ સાથે જ દેશમાં અત્યાર સુધી દેશમાં કોવિડ-19 સંક્રમણની સંખ્યા 1 કરોડ 8 લાખ 92 હજાર 746 થઈ ગઈ છે તેમ જ મૃત્યુઆંક 1 લાખ 55 હજાર 550 છે.

79 લાખથી વધારે લોકોને આપવામાં આવી છે વેક્સિન

ભારતમાં 16 શનિવારે કોવિડ-19 વેક્સિનેશનની શરૂઆત થઈ છે અને અત્યાર સુધી દેશમાં કુલ 79 લાખ 67 હજાર 647 લોકોને વેક્સિનના ડોઝ મળી ચૂક્યા છે. ઈન્ડિયન કાઉન્સિલ મેડિકલ રિસર્ચ (ICMR)એ જણાવ્યું હતું કે ભારતમાં શુક્રવાર સુધી કોરોના વાઈરસના કુલ 20 કરોડ 55 લાખ 33 હજાર 398 નમૂના પરીક્ષણ કરવામાં આવ્યા છે, જેમાંથી 7 લાખ 43 હજાર 614 સેમ્પલ ફક્ત કાલે ટેસ્ટ કરવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ અત્યાર સુધી દેશમાં સક્રિય કેસોની સંખ્યા 1 લાખ 36 હજાર 571 છે અને સ્વસ્થ થઈને ડિસ્ચાર્જ થયેલા કેસોની સંખ્યા 1 કરોડ 6 લાખ 625 છે.

મિઝોરમમાં છેલ્લા 24 કલાકમાં એક નવો કેસ

મિઝોરમ સરકારની માહિતી અને જનસંપર્ક વિભાગે રાજ્યમાં રોગચાળાની સ્થિતિ અંગેનો ડેટા જાહેર કર્યો છે. તે મુજબ મિઝોરમમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસનો 1 નવો કેસ સામે આવ્યો છે. પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા અત્યારે 4392 છે, જેમાં 20 સક્રિય કેસ અને 4363 ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે અને 9નું મોત થયું છે.

national news new delhi coronavirus covid19