આયર્ન લેડી નામે જાણીતી મહિલાના ભૂખહડતાળને ૧૨ વર્ષ પૂરાં થઈ ગયાં

06 November, 2012 05:45 AM IST  | 

આયર્ન લેડી નામે જાણીતી મહિલાના ભૂખહડતાળને ૧૨ વર્ષ પૂરાં થઈ ગયાં

સરકાર દ્વારા લાગુ કરાયેલા આમ્ડર્‍ ફોર્સિસ સ્પેશ્યલ પાવર ઍક્ટના વિરોધમાં શર્મિલા આટલા લાંબા સમયથી ભૂખહડતાળ કરી રહી છે. જોકે તેને જીવતી રાખવા માટે બળજબરીપૂર્વક નાક વાટે ખોરાક આપવામાં આવી રહ્યો છે. વર્ષ ૨૦૦૦ની બીજી નવેમ્બરે આસામ રાઇફલના જવાનોએ કરેલા ગોળીબારમાં બહાદુરી માટેનો અવૉર્ડ જીતનાર છોકરા સહિત ૧૦ લોકોનાં મોત થયા બાદ પાંચમી નવેમ્બરથી શર્મિલાએ સૈન્યને અપાયેલી ખાસ સત્તા રદ કરવાની માગણી સાથે ઉપવાસ શરૂ કર્યા હતા. શર્મિલાને ઇમ્ફાલ નજીક પોરોમપટ નામના સ્થળે સરકારી હૉસ્પિટલમાં રાખવામાં આવી છે.