MPમાં સરકારી કર્મચારીઓ જીન્સ અને ટી-શર્ટ પહેરીને ઑફિસ નહીં જઈ શકે

03 August, 2020 01:05 PM IST  |  Bhopal | Agencies

MPમાં સરકારી કર્મચારીઓ જીન્સ અને ટી-શર્ટ પહેરીને ઑફિસ નહીં જઈ શકે

પ્રતીકાત્મક તસવીર

મધ્ય પ્રદેશની શિવરાજ સરકારે સરકારી-કર્મચારીઓ અને અધિકારીઓ વિશે એક ફરમાન જાહેર કર્યું છે. ફરમાન છે કે હવેથી કોઈ પણ સરકારી-કર્મચારીઓ અને અધિકારીઓ જીન્સ કે ટી-શર્ટ નહીં પહેરી શકે. શિવરાજ સિંહ ચૌહાણે જીન્સ-ટી-શર્ટ પહેરીને ઑફિસમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે અને તમામ કર્મચારીઓને ઑફિસ સમયમાં ફૉર્મલ કપડાં પહેરવા આદેશ આપ્યો છે. આ સાથે તેઓએ કહ્યું છે કે જો કોઈ નિર્ણયનું ઉલ્લંઘન કરશે તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

મળતી માહિતી અનુસાર ૨૦ જુલાઈએ મુખ્ય પ્રધાનની અધ્યક્ષતામાં વર્ચુઅલ બેઠક થઈ હતી. આ બેઠકમાં મંદસૌર જિલ્લાના વન અધિકારી ટી-શર્ટ પહેરીને બેઠા હતા, જે મામલે મુખ્ય પ્રધાન અને સચિવ નારાજ થયા હતા. તેમણે બેઠક દરમિયાન જ કહી દીધું કે તમામ અધિકારી અને કર્મચારીઓ ફૉર્મલ કપડાં જ પહેરે. જો કોઈ નિયમનું પાલન નહીં કરે તો તેમની વિરુદ્ધ કાર્યવાહી કરાશે.

national news madhya pradesh