ચંદ્રબાબૂ નાયડૂની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત

02 February, 2019 12:52 PM IST  |  ન્યૂ દિલ્હી

ચંદ્રબાબૂ નાયડૂની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત

તસવીર સૌજન્ય - અરવિંદ કેજરીવાલ ટ્વિટર

TDPના અધ્યક્ષ એન ચંદ્રબાબૂ નાયડૂએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી. આ મુલાકાત આગામી લોકસભા ચૂંટણીમાં વિપક્ષ દળોના ગઠબંધન બનાવવાના પ્રયાસોની વચ્ચે થઈ છે. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી નાયડૂએ કેજરીવાલ સાથે એમના નિવાસસ્થાને મુલાકાત કરી અને એમના વચ્ચે ઘણા મુદ્દાઓ પર ચર્ચા પણ થઈ. એ દરમિયાન આમ આદમી પાર્ટીના રાજયસભા સદસ્ય સંજય સિંહ પણ હાજર હતા. આ મુલાકાત બાદ સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું કે નાયડૂની સાથે બેઠક બહુ સારી રહી. આપણે બધા સાથે મળીને મોદી સરકારથી લડીશું. નાયડૂએ એની પહેલા કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત ઘણા વિપક્ષી નેતાઓ સાથે મુલાકાત કરી.

આ પણ વાંચો : પશ્ચિમ બંગાળમાં PM મોદી આજે કરશે ચૂંટણી પ્રચારનો શંખનાદ

મહત્વની વાત છે કે ગયા મહિને જ ચંદ્રબાબૂ નાયડૂએ અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. એમણે લોકસભા ચૂંટણી પહેલા મહાગંઠબંધન સહિત ઘણા રાજનૈતિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. કેજરીવાલ આંધ્ર ભવનમાં સાંજે નાયડૂને મળ્યા હતા. બન્ને નેતા ભાજપને લોકસભા ચૂંટણીમાં કઠોર લડત આપવા માટે વિપક્ષીને એકીકૃત કરવા માંગો છો. સૂત્રોએ બતાવ્યું હતું કે દિલ્હીના મુખ્યમંત્રીએ આંધ્ર પર્દેશના મુખ્યમંત્રી સાથે આંધ્ર ભવનમાં મુલાકાત કરી. એમણે આગામી લોકસભા ચૂંટણી માટે મહાગઠબંધન સહિત ઘણા અન્ય રાજનીતિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

n chandrababu naidu arvind kejriwal new delhi