આંધ્ર પ્રદેશમાં 4 દિવસમાં 600 વિદ્યાર્થીઓ, 800 શિક્ષકો કોરોના પૉઝિટિવ

08 November, 2020 01:06 PM IST  |  Amravati | Agency

આંધ્ર પ્રદેશમાં 4 દિવસમાં 600 વિદ્યાર્થીઓ, 800 શિક્ષકો કોરોના પૉઝિટિવ

પ્રતીકાત્મક તસવીર

આંધ્ર પ્રદેશમાં સ્કૂલો ૨ નવેમ્બરથી શરૂ કરાઈ છે અને ચાર જ દિવસમાં ૬૦૦ બાળકો કોરોના સંક્રમિત થઈ ગયાં છે અને ૮૩૦ શિક્ષકો કોરોના પૉઝિટિવ થયા છે. રાજ્યમાં સ્કૂલોની સાથે યુનિવર્સિટીઓ અને કૉલેજો પણ ખોલવામાં આવ્યાં છે. ઉત્તરાખંડની વાત કરવામાં આવે તો અહીં ધો.૧૦થી ૧૨ માટે સ્કૂલો ખૂલી છે પણ ગઢવાલ જિલ્લામાં જ ૨૦ સ્કૂલોના ૮૦ શિક્ષકો કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે જેના પગલે અહીં સ્કૂલો પાંચ દિવસ માટે ફરી બંધ કરી દેવાઈ છે.

દરમ્યાન મહારાષ્ટ્રે જાહેરાત કરી છે કે ૨૩ નવેમ્બરથી ધો.૯થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો ખોલવામાં આવશે. આ માટે સરકાર ગાઇડલાઇન તૈયાર કરી રહી છે. જોકે વાલીઓની સંમતિ હશે તો જ સ્કૂલો ખોલવામાં આવશે. છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ-19ના ૫૦,૩૫૭ નવા કેસ નોંધાતાં દેશમાં કોરોના વાઇરસ સંક્રમિતોનો આંકડો ૮૪,૬૨,૦૮૧ પર પહોંચ્યો છે.

amravati andhra pradesh coronavirus covid19 national news